આશુતોષ ગોવારીકરની ફિલ્મ પહલા નશામાં અભિનેતાઓએ ટૂંકા રોલ ભજવ્યા હતા. હવે આમિર ખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં શાહરૂખ ખાન અને સલમાન ખાન પોતપોતાની ફિલ્મોના પાત્રમાં જોવા મળશે.
આમિર ખાનની આ ફિલ્મ સાથે શાહરૂખ ખાન પણ જોડાઇ ગયો છે. કહેવાય છે કે, આ ફિલ્મમાં કિંગ ખાન પોતાની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયૅગેના પાત્ર રાજ મલ્હોત્રા તરીકે જોવા મળશે. શાહરૂખને આ ફિલ્મમાં લેવા માટે ખાસ સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. જેના અનુસાર, આમિરનું પાત્ર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના સેટ પર આવે છે અને શાહરૂખ ખાન સાથે મુલાકાત કરે છે તે પ્રસંગને ફિલ્મમાં દર્શાવામાં આવશે.
આ જ રીતે સલમાન ખાન પણ આ ફિલ્મમાં નજરે ચડે તેવી શક્યતા છે. આમિર તેની સાથે પણ વાત કરવાનો છે અને તેને ઇચ્છા છે કે, સલમાન હમ આપકે હૈ કોનના પ્રેમના રોલમાં ફિલ્મમાં જોવા મળે.
ફિલ્મોને સફળ કરવા માટે બોલીવૂડમાં ગતકડા થઇ રહ્યા છે. ખાન ત્રિપુટીનો બદબદો બોક્સ ઓફિસ પર ઓછો થતો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.