આમિર ખાન દેશના શત્રુઓને મળી રહ્યો છે, RSSના મુખપત્રમાં આક્ષેપ કરાયો

– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર પંચજન્યમા એવો ઇશારો કરવામાં આવ્યો હતો કે અભિનેતા આમિર ખાન દેશના શત્રુઓની નિકટ આવી રહ્યો હતો.  તૂર્કીની ફર્સ્ટ લેડી સાથેની એની 2017ની તસવીર  સોશ્યલ મિડિયામાં ફરતી થઇ ત્યારબાદ આવો ઇશારો પંચજન્યમાં કરવામાં આવ્યો હતો. એમાં વધુમાં જણાવાયું હતું કે આમિર ખાન ચીનના શાસકોનો પણ વહાલો થવા માંડ્યો હતો. અત્રે એ નોંધનીય છે કે આમિરની થ્રી ઇડિયટ્સ ફિલ્મની પ્રશંસા ચીનના પ્રમુખ શી જિનપીંગે કરીને આમિરને ચીનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. એ ચીનના શાસક પક્ષનો લાડકો થઇ પડ્યો હતો.

પંચજન્યમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારતના લોકો કોઇ અભિનેતા ટોચ પર પહોંચે ત્યારે એના ધર્મને મહત્ત્વ આપતા નથી. માત્ર એના અભિનયને વખાણે છે. પરંતુ આમિર ખાન સતત ભારત વિરોધી તત્ત્વોને મળી રહ્યો હતો જે ચિંતાજનક ઘટના છે.

લોકો જેને ચાહતા હોય એવો કલાકાર પછી પોતાના ધર્મના બહાને જિહાદી પરિબળોને મળે કે પહેલાં ધર્મ, પછી દેશ એવી માનસિકતા દેખાડે અને દેશના શત્રુની મહેમાનગતિ સ્વીકારે ત્યારે પોતે છેતરાયા હોવાનું દેશવાસીઓને ન લાગે ? એવો સવાલ પંચજન્યમાં કરાયો હતો. આજકાલ ચીન અને તૂર્કીનો લાડકો બનેલો આમિર ખાન એટલા માટે દેશવાસીઓના ગુસ્સાનું કારણ બન્યો હતો.

વિશાલ ઠાકુરે પોતાના સપાદકીય લેખમા વધુમા લખ્યુ હતું કે  અક્ષય કુમાર, અજય દેવગણ, જ્હૉન અબ્રાહમ અને કંગના રનૌત એવા કલાકારો છે જે પોતાની દેશભક્તિ દ્વારા સતત લોકના દિલોદિમાગ પર રાજ કરી રહ્યા હતા. બીજી બાજુ આમિર ખાનને દેશના દુશ્મન એવા પાકિસ્તાન, ચીન અને તૂર્કી સાથે ઘરોબો કેળવવામા જરાય સકોચ થતો નથી. આ દેશમા આવું ક્યા સુધી ચાલતુ રહેવાનુ છે એવો સવાલ પણ આ લેખમા કરવામા આવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.