આમિર ખાનને હાઇકોર્ટે મોટી રાહત આપી, દેશ છોડવાના નિવેદન અંગે ક્રિમીનલ કેસ થયો હતો

– હવે નિરાંતે રહી શકે છે અને કામ કરી શકે છે

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનને છત્તીસગઢની  હાઇકોર્ટે બહુ મોટી રાહત આપી હતી.

2015માં આમિર ખાને અસહિષ્ણુતા અંગે એક બયાન જાહેર કર્યું હતું જેમાં મારી પત્ની અને બાળકોને હવે દેશમાં અસલામતી લાગે છે અને અમે દેશ છોડી દેવાનો વિચાર કરીએ છીએ એવા વિધાનનો સમાવેશ થયો હતો.

રાયપુરના એેક નાગરિક દીપક દિવાને આમિર ખાનના આ નિવેદનને ક્રીમીનલ ગણાવીને કોર્ટમાં કેસ કર્યો હતો. જો કે નીચલી અદાલતે દીપકની અરજી ફગાવી દીધી હતી.  ત્યારબાદ દીપકે આ ચુકાદાનો ફેરવિચાર કરવાની અરજી કરી હતી. એ પણ કોર્ટે ફગાવી દીધી હતી.

એ પછી દીપકે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને આમિર ખાનના નિવેદનને પડકાર્યું હતું. હાઇકોર્ટે એવું નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું કે આમિર ખાનના આ નિવેદનથી રાષ્ટ્રીય અખંડિતતાને કે રાષ્ટ્રીય સુરક્ષાને કોઇ જોખમ છે કે  કેમ એ નક્કી કરવાનું કામ રાજ્ય અને કેન્દ્ર સરકારનું છે. એટલે આ મુદ્દે કોઇને દખલ કરવાનો અધિકાર રહેતો નથી. હાઇકોર્ટે આ અરજી પણ ફગાવી દીધી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.