મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મંગળવારે સૂચન કર્યું કે, સરકારે કુલ 49 દિવસ બાદ વ્યાપક સ્તર પર લૉકડાઉન હટાવી લેવું જોઈએ. તેમનું કહેવુ છે કે જો દેશના વિભિન્ન ભાગમાં ધીમે-ધીમે લૉકડાઉન હટે છે તો ઔદ્યોગિક ગતિવિધિઓ ચલાવવી મુશ્કેલ થશે અને તેની ગતિ ધીમી હશે.
બહાર નિકળવાની યોજના પડકારજનક
મહિન્દ્રાએ સ્વીકાર્યું કે, સરકાર માટે લૉકડાઉનમાંથી બહાર નિકળવાની યોજના બનાવવી ખુબ પડકારજનક કામ છે, કારણ કે અર્થવ્યવસ્થાની તમામ વસ્તુ એકબીજા સાથે ઘણી જોડાયેલી છે. તેમણે કહ્યું કે, આગળની યોજના મોટા સ્તર પર સંક્રમણને નિયંત્રિત કરવા અને ટેસ્ટ કરવા પર આધારિત હોવી જોઈએ. માત્ર હોટસ્પોટ અને જનતાના અતિસંવેદનશીલ સમૂહોને અલગ રાખવા જોઈએ.
49 દિવસનું લૉકડાઉન ઘણું
આનંદ મહિન્દ્રાએ ઘણા ટ્વીટ કરતા કહ્યું છે, ‘સંશોધનથી ખ્યાલ આવે છે કે 49 દિવસનું લૉકડાઉન ઘણું છે. જો તે યોગ્ય છે તો તે સમયગાળો નક્કી થવો જોઈએ, મારૂ માનવું છે કે લૉકડાઉન જો હટ્યા બાદ નિયંત્રણ વાળા ક્ષેત્રોમાં મોટા પાયા પર સંક્રમણની માહિતી મેળવવા વધુ ટેસ્ટ થવા જોઈએ, જ્યારે માત્ર હોટસ્પોટ અને જનતાના અતિસંવેદનશીલ વર્ગને અલગ રાખવા જોઈએ.’ લૉકડાઉન બાદ આ રણનીતિ હોવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.