આણંદમાં મોલ ખુલ્લા રહેતા લોકોમાં રોષ જાગ્યો

નોવેલ કોરોના વાઈરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે ત્યારે આણંદ જિલ્લામાં કોરોના વાઈરસના પ્રકોપને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૪૪ની કલમ અમલી બનાવાઈ છે. જો કે આણંદ જિલ્લામાં આ જાહેરનામું માત્ર કાગળ ઉપર રહી ગયું હોવાનો સુર જાગૃતોએ વ્યક્ત કર્યો છે.

જાહેરનામા મુજબ જિલ્લામાં મોલ, જીમ, ડાન્સ ક્લાસીસ, બંધ રાખવા માટે આદેશ અપાયા હોવા છતાં આણંદ શહેરમાં આવેલ મોટાભાગના મોલ સવારના સુમારે ખુલ્લા રહેતા જાગૃતોમાં તંત્રની ઢીલી નીતિ સામે આશ્ચર્ય સાથે છુપા રોષની લાગણી જોવા મળી હતી. જો

કે શનિવારના રોજ બપોર બાદ તંત્રએ હરકતમાં આવી વિવિધ મોલ્સ તેમજ જીમ સેન્ટરો બંધ કરાવ્યા હતા.

ભારતમાં કોરોનાના કુલ ૧૨૬થી વધુ કેસ નોંધાયા છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઈરસને ફેલાતો અટકાવવા માટે આણંદ જિલ્લામાં નિયંત્રણ મુકવામાં આવ્યા છે.

જો કે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યો હોવાનો સુર જાગૃતોએ વ્યક્ત કર્યો છે. મોલ, જીમ જેવા સ્થળો બંધ રાખવાનો આદેશ હોવા છતાં શનિવારના રોજ સવારના સુમારે આણંદ શહેરમાં આવેલ વિવિધ મોલ ખુલ્લા રહેવા પામ્યા હતા. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.