વોટ્સએપ યુઝર્સ ટૂંક સમયમાં એક એકાઉન્ટને ચાર ડિવાઇસમાં એક સાથે ઉપયોગ કરી શકશે. ટ્વિટર પર WABetaInfo એ એક ટ્વીટ કરી છે જેમાં નવા ફીચરની ઝલક જોવા મળી છે.
જોકે, હજુ આ ફીચર પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનું બિટા વર્ઝન રોલ આઉટ કરી દેવામાં આવશે. વોટ્સએપના મલ્ટી ડિવાઇસ સપોર્ટ અંગે પહેલા પણ કેટલાય અહેવાલો સામે આવી ચુક્યાં છે.
WABetaInfo અનુસાર વોટ્સએપ ટૂંક સયમમાં એક સાથે 4 ડિવાઇસમાં ઉપયોગ કરવાની પરવાનગી આપશે. સ્ક્રીનશોટથી જાણી શકાય છે કે એપ તમામ ડિવાઇસમાંથી ડેટા સિંક કરવા માટે વાઇફાઇ કનેક્ટિવિટીનો ઉપયોગ કરશે. જે યુઝર્સ પાસે વાઇ ફનેક્શન નથી અને પોતાનું એકાઉન્ટ અલગ-અલગ ડિવાઇસ પર ઉપયોગ કરવા માગે છે તેમને કંપની મોબાઇલ ડેટા પસંદ કરવાનો વિકલ્પ આપી શકે છે.
જણાવી દઇએ કે અત્યાર વોટ્સએપનું એક એકાઉન્ટને અલગ-અલગ ડિવાઇસ પર એક સાથે ઉપયોગ કરી શકાતું નથી. એપ મલ્ટી ડિવાઇસ સપોર્ટ નથી કરતું. જોકે, ડ્યુલ એપ એન્ડ્રોઇડ ફોનમાં એક સાથે બે વોટ્સએપ એકાઉન્ટ ચલાવવાની સુવિધા મળે છે.
નવા ફીચર પર અત્યારે કામ ચાલી રહ્યું છે એટલે અત્યારે લેટેસ્ટ બીટા વર્ઝનમાં આ ફીચર નથી. હાલ ઇન્ટરનલ ટેસ્ટિંગ સુધી જ સિમિત છે. આ પહેલા એક રિપોર્ટ સામે આવી હતી જેમાં વોટ્સએપ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ પર કામ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.