આનંદીબેનને લાવો…ગુજરાત બચાવો.. ભાજપના ફાયર બ્રાન્ડ સાંસદ હવે રૂપાણીનાં વિરોધમાં

નવી દિલ્હીઃ પાટીદાર અનામત આંદોલન વખતે સીએમ પદેથી આનંદીબેન પટેલને હટાવવામાં તેમના વિરોધીઓ સફળ રહ્યાં હતા, પછી ગુજરાતની ખુરશી વિજય રૂપાણીને સોંપવામાં આવી, જો કે વિજય રૂપાણીના શાસનમાં અંદર ખાને ભાજપના જ નેતાઓ કહી રહ્યાં છે કે તેઓ એક નિષ્ફળ મુખ્યપ્રધાન છે, તેમના શાસનમાં અનેક એવી નેગેટિવ ઘટનાઓ બની કે જેને હવા આપવામાં ભાજપનું જ બીજુ ગ્રુપ સક્રિય રહ્યું છે, જેમાં મુખ્યપ્રધાનની ખુરશીના સપના જોઇ રહેલા સૌરાષ્ટ્રના બે નેતાઓ પણ છે, જેમને રૂપાણી વિરૂદ્ધ પ્રચાર કર્યો છે, પહેલા પાક વિમા મામલે લાખો ખેડૂતોની હેરાનગતિ, સરકારી ભરતીની પરીક્ષાઓનાં પેપર ફૂટવા અને હવે કોરોનાનું ભયાનક સંક્રમણ તેમની નિષ્ફળતા દેખાડી રહ્યું હોવાની રાજકીય ચર્ચાઓ છે, થોડા દિવસ પહેલા જ વિજય રૂપાણીને હટાવીને મનસુખ માંડવીયાને સીએમ બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ હતી, જો કે આ માત્ર અફવા હોવાનું માંડવીયાએ જણાવ્યું છે.

હવે ભાજપના ફાયરબ્રાન્ડ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જ વિજય રૂપાણીને હટાવવાની માંગ કરી છે, તેમને ફરીથી આનંદીબેન લાવો…ગુજરાત બચાવો..ના બેન ગ્રુપનાં નારાને આગળ વધાર્યો છે. ગુજરાતમાં બેકાબૂ કોરોનાંના 7000 કરતા વધુ કેસ થઇ જતા સ્વામીએ કહ્યું છે કે કોરોના અટકાવવા હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનને પાછા ગુજરાતના મુખ્યપ્રધાન બનાવી દેવા જોઇએ. તો જ કોરોનાને અટકાવવાની રણનીતિ તૈયાર થશે, તેમની વાત પણ સાચી લાગી રહી છે, કારણ કે વિજય રૂપાણીનો અધિકારીઓ અને ભાજપના નેતાઓ પર કોઇ પ્રભાવ ન હોવાનું સતત ચર્ચાઇ રહ્યું છે.

સુબ્રમણ્યમ સ્વામીનું આ નિવેદન એટલા માટે સૂચક છે કે ભૂતકાળમાં તેમને ઘણા એવા સ્ટેટમેન્ટ કર્યા હતા કે તેના પર વિચારવા મોદી અને અમિત શાહ પણ મજબૂર બની જાય, આ વખતે સ્વામીએ મોદીની હોમ પીચની દુર્દશા પર જ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે, ભાજપના કેટલાક નેતાઓ પણ અંદર ખાને ઇચ્છે છે કે રૂપાણીને હટાવવા જોઇએ અને તેમના સ્થાને નવા વ્યક્તિને ગુજરાતની કમાન સોંપવી જોઇએ. જો કે વિજય રૂપાણીના શાસનમાં ગણતરીના કેટલાક ખેડૂતલક્ષી અને પ્રજાને સ્પર્શતા સારા નિર્ણયો પણ લેવાયા છે, તેમને નજર અંદાજ પણ કરી શકાય તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.