હૈદરાબાદઃ ઈન્ડીયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી(IIT)હૈદરાબાદના 20 વર્ષીય એન્જિનીયરીંગના વિદ્યાર્થીએ મંગળવારે હોસ્ટેલના ત્રીજા માળથી ઝંપલાવીને આત્મહત્યા કરી દીધી છે. પોલીસે કહ્યું કે, આત્મહત્યા કરતા પહેલા તેને તેના મિત્રોને સુસાઈડ નોટ પણ આપી હતી. જેમાં તેને તણાવના કારણે આ પગલું ભરી રહ્યો હોવાની વાત કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીનું નામ પિચિકલા સિદ્ધાર્થ છે. તે બીટેકના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. ત્રીજા માળથી પટકાતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો પણ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સુસાઈડ નોટમાં તેને લખ્યું હતું કે, જીવનમાં ભારણ વધી રહ્યું છે. તેના મોતથી દુનિયામાં કોઈને કંઈ ફરક નહીં પડે. મને નથી ખબર કે ભવિષ્યમાં મારું શું થશે. છેલ્લા બે મહિનાથી હું તણાવમાં છું.
પોલીસે કહ્યું કે, વિદ્યાર્થીની લાશને પોસ્ટમાર્ટમ માટે ગાંધી હોસ્પિટલ મોકલી દેવાઈ છે.IITમાં આત્મહત્યાની આ ત્રીજી ઘટના છે. ઘટનાની તપાસ કરાઈ રહી છે. સંસ્થાએ તેના મોત અંગે તેના પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.