આંખ ગુમાવ્યા બાદ સંપૂર્ણ રીતે તુટી ગયા હતા પતિ,જડબુ કાઢ્યા બાદ બોલવામાં સમસ્યા….

ડોક્ટરોનું કહેવું છે કે 46 વર્ષીય નવીન પાલ વિદર્ભ અથવા મધ્ય ભારતમાં બ્લેક ફંગસ સંક્રમણના પહેલા દર્દી હતા. ગત વર્ષ સપ્ટેમ્બરે તેમને કોરોના થયો હતો. તેના થોડાક દિવસો બાદ આંખ અને દાંતામાં સમસ્યા આવવા લાગી. ડોક્ટરોએ જણાવ્યું કે તેમને બ્લેક ફંગસનું સંક્રમણ થયું તેના 6 મહિના સુધી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી. આ દરમિયાન 13 વાર સર્જરી થઈ. અંતે સંક્રમણ રોકવા માટે તેમની એક આંખ કાઢવવી પડી.  આ દરમિયાન તેમની સારવારનો ખર્ચ 1.48 કરોડ રુપિયા થયો.

યવતમાલના રહેવાસી નીલેશ બેંન્ડને બ્લેક ફંગસ સંક્રમણના કારણે પોતાની બન્ને આંખો ગુમાવવી પડી. તેમણે આ વર્ષમાં માર્ચમાં કોરોના સંક્રમણ થયુ હતુ. જેના કેટલાક મહિના બાદ ફરી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. તેમણે યવતમાલના કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા. જ્યાં તેમની બન્ને આંખોની જોવાની શક્તિ ચાલી ગઈ.

તેમની પત્ની વૈશાલીએ જણાવ્યુ કે આંખો ગુમાવ્યા બાદ તેમના પતિ સંપૂર્ણ રીતે તુટી ગયા હતા. નીલેશ પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.  બિમારી બાદ તેમની નોકરી ચાલી ગઈ. ગત મહિને સેલરી પણ ન આવી.

આ રીતે અકોલાના અજય શિંપિકર અને સુબોધ કાસુલકર બન્ને બ્લેક ફંગસનો શિકાર થતા તેમને સર્જરી કરાવવી પડી હતી. ડો. દેહને સંક્રમણ બાદ તેમનું જડબુ કાઢ્યુ. હવે પોતાના નોર્મલ લૂક માટે બન્નેને રિકન્સટ્ર્ક્ટિવ સર્જરી કરાવવી પડી છે. કાસુલકરનું કહેવુ છે કે સર્જરી બાદ તેમને બોલવામાં સમસ્યા થાય છે. હવે તે સારી રીતે બોલી નથી શકતા. સુબોધ કાસુલકર ગત વર્ષ ઓક્ટોબરમાં કોરોનાગ્રસ્ત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.