મોબાઇલ, કમ્પ્યુટરમાં વધારે પડતો સમય આપવાથી હવે ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત વર્ષે માર્ચમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી અત્યારસુધી અમદાવાદમાં જ ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’ના કેસ ૧૦થી ૧૫ ગણા વધી ગયા છે.
→આંખોમાં બળતરા થવી, દ્રષ્ટિમાં ઝાંખપ અનુભવવી, કચરો પડયો હોય તેમ આંખો ખૂંચવી, આંખોમાંથી પાણી પડવું, અમુક સમયે લાઇટની સામે જોવું ના ગમે, આંખો થાકી જવી, આંખોમાં ખંજવાળ થવી, ડબલ વિઝન થવું જેવી વિવિધ સમસ્યાનો સમાવેશ થાય છે.
કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયો તેના અગાઉ બાળકો મોબાઇલ કે લેપટોપ પાછળ વધુ સમય ફાળવતા તો માતા-પિતા તરફથી તેમને ઠપકો મળતો.
કમ્પ્યુટર-મોબાઇલમાં વધારે સમય આપવાથી બાળકોમાં આંખોની લગતી સમસ્યામાં પણ સતત વધારો થયો છે. માત્ર બાળકો જ નહીં વર્ક ફ્રોમ હોમને કારણે મોટી ઉંમરની વ્યક્તિઓને પણ ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
• ટીવી, મોબાઇલ, લેપટોપ આ બધાના ઉપયોગ વખતે વ્યક્તિ આંખ પટપટાવવાનું ભૂલી જાય છે. જેના કારણે આંખનો ખુલ્લો ભાગ હોય ત્યાંથી આંસુ સૂકાઇ જાય છે અને તેનાથી આંખ ફરી ભીની થતી નથી. વારંવાર ટીયરબ્રેક થવાથી તેના પર આંસું ચોંટે નહીં. આ સમસ્યા નીવારવા માટે આંખને નિયમિત રીતે પટપટાવવી જોઇએ.
અમદાવાદના અન્ય એક ઓપ્થેલ્મોલોજીસ્ટ ડો. મનિષ રાવલે જણાવ્યું કે, ‘સતત મોબાઇલ-લેપ ટોપ સ્ક્રીન સામે જોવું તે આંખના સ્નાયુ માટે પુશ અપ કરાવવા સમાન છે. તેનાથી ના કેવળ આંખો થાકી જાય છે બલ્કે આંખોમાં બળતરા થવી-માથાનો દુખાવો થવો જેવી સમસ્યા પણ સર્જાય છે. બાળકોને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમની સમસ્યાનો સામનો કરવો ન પડે માટે તેમને આંખ પટપટાવતા રહેવાની ટેવ પાડો.
⇒મોબાઇલ-કમ્પ્યુટરના સ્ક્રીન ટાઇમમાંથી નિયમિત અંતરે બ્રેક લેતા રહો. ઘણા લોકો કલાકોને કલાકો સુધી મોબાઇલ-કમ્પ્યુટર પાછળ સમય ફાળવે છે અને તે આંખને નુકસાન પહોંચાડે છે.
⇒અભ્યાસ કે ઓફિસની ઓનલાઇન મીટિંગ વખતે મોબાઇલ કે કમ્પ્યુટરથી આંખોને એક યોગ્ય અંતર મળે તેની તકેદારી રાખો. શક્ય હોય તો મોબાઇલનું ટીવી સાથે જોડાણ કરી દો. મોટા સ્ક્રીનના ઉપયોગથી આંખોને ઓછા તણાવનો સામનો કરવો પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.