આંતરરાષ્ટ્રીય ક્રિકેટની, કોવિડ-19ના કારણે, ભારતમાં એક વર્ષ કરતા વધારે સમય પછી,થશે વાપસી

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England)વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. કોવિડ-19ના કારણે ભારતમાં એક વર્ષ કરતા વધારે સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં 9 ટેસ્ટ રમાઇ છે, જ્યાં ઇંગ્લેન્ડનો રેકોર્ડ સારો છે.

 નવી દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડ (India vs England)વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. કોવિડ-19ના કારણે ભારતમાં એક વર્ષ કરતા વધારે સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે. ગત વર્ષે માર્ચમાં ક્રિકેટ કેલેન્ડર બાધિત થયું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ બે મેચ એમએમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં (MA Chidambaram Stadium)રમાશે. જ્યારે અંતિમ બે ટેસ્ટ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના મોટેરામાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં 9 ટેસ્ટ રમાઇ છે, જ્યાં ઇંગ્લેન્ડનો રેકોર્ડ સારો છે. (તસવીર -BCCI)
ભારતનો સામનો તે ઇંગ્લેન્ડ સામે છે જે છેલ્લા 15 વર્ષમાં ભારતમાં ટેસ્ટ શ્રેણી (2012) જીતનાર એકમાત્ર ટીમ છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ચમત્કારિક પ્રદર્શન કરતા શ્રેણી 2-1થી જીતી હતી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકાને 2-0થી હરાવીને ભારત પહોંચી છે.
ભારતે 5 મેચમાં અને ઇંગ્લેન્ડે 3 મેચમાં જીત મેળવી છે. એક મેચ ડ્રો રહી છે. ઇંગ્લેન્ડે 1985માં અહીં અંતિમ વખત જીત મેળવી હતી. આ પછી ઇંગ્લેન્ડ ચેન્નઈમાં કોઈ મેચ જીત્યું નથી. (તસવીર -BCCI)
 ભારતે જો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન બનાવીને લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો કરવો છે તો શાનદાર રમત બતાવવી પડશે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની શ્રેણી સ્થગિત થવાથી ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે એક સ્થાન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર છે. હાલ ભારત 71.7 પોઇન્ટ સાથે પ્રથમ નંબરે છે. ઓસ્ટ્રેલિયા 69.2 પોઇન્ટ સાથે ત્રીજા અને ઇંગ્લેન્ડ 68.7 પોઇન્ટ સાથે ચોથા નંબરે છે. (તસવીર -BCCI)
ભારતે જો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન બનાવીને લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો કરવો છે તો શાનદાર રમત બતાવવી પડશે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની શ્રેણી સ્થગિત થવાથી ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.