પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના પરિણામ આવી રહ્યા છે. અત્યાર સુધી થયેલી કાઉન્ટિંગ મુજબ આમ આદમી પાર્ટી એ 10, ભારતીય જનતા પાર્ટી એ 7 અને કોંગ્રેસે 5 સીટો પર જીત મેળવી છે. શિરોમણી અકાલી દળે પણ ખાતું ખોલતા 1 સીટ જીતી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને BJP વચ્ચે મુખ્ય સ્પર્ધા ચાલી રહી છે તો BJPને અત્યાર સુધી સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ 17થી BJPના મેયર રહેલા રવિકાંત શર્મા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયા છે. જોકે સીનિયર ડેપ્યુટી મેયર મહેશઇંદર સિદ્ધુ નાનકડા અંતરથી જીતવામાં સફળ રહયા છે.
વોર્ડન નંબર 1થી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જસવિન્દર કૌર ચૂંટણી જીતી ગયા અને તેમને 3319 વોટ મળ્યા. તેમણે 1009 વૉટથી BJPના ઉમેદવાર મનજીત કૌરને હરાવ્યા.
વોર્ડ નંબર 2થી BJPના મહેશઇંદર સિંહ સિદ્ધુ 11 વૉટથી જીત્યા અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર હર મોહિન્દર સિંહ લક્કીને હરાવ્યા.
વોર્ડ નંબર 5થી કોંગ્રેસના ઉમેદવાર દર્શનાએ BJPના ઉમેદવાર નીતિકા ગુપ્તાને 2737 વૉટથી હરાવ્યા.
વોર્ડ નંબર 6થી BJPના ઉમેદવાર સર્બજીત કૌરે કોંગ્રેસના મમતા ગિરીને 502 વૉટથી હરાવ્યા.
વોર્ડન નંબર 9થી BJPના ઉમેદવાર વિમલા દૂબેએ આઝાદ મનપ્રીત કૌરને 1795 વૉટથી હરાવ્યા.
વોર્ડ નંબર 10થી કોંગ્રેસના ઉમેદવાર હરપ્રીત કૌર બબલાએ 3103 વૉટથી BJPના ઉમેદવાર રાશિ ભશિનને હરાવ્યા.
વોર્ડન નંબર 13થી કોંગ્રેસના ઉમેદવાર સચિન ગાલવે આમ આદમી પાર્ટીના સીનિયર નેતા ચંદ્રમુખી શર્માને 285 વૉટથી હરાવ્યા.
વોર્ડ નંબર 14થી BJPના ઉમેદવાર કુલજીત સિંહ સંધુએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદેપ સિંહને 255 વૉટથી હરાવ્યા.
વોર્ડ નંબર 17થી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દમનપ્રીત સિંહે BJPના ઉમેદવાર રવિકાંત શર્માને 828 વૉટથી હરાવ્યા.
વોર્ડ નંબર 18માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરુણા મેહતાએ BJPના ઉમેદવાર સુનિતા ધવનને 1516 વૉટથી હરાવ્યા.
વોર્ડ નંબર 21થી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જસબીર સિંહ ચૂંટણી જીતી ગયા અને તેમણે 939 વૉટથી BJPના ઉમેદવાર દેવેશ મોદગિલને હરાવ્યા.
વોર્ડ નંબર 22થી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંજુ કાત્યાલે BJPના ઉમેદવાર હીરા નેગીને 76 વૉટે હરાવ્યા.
વોર્ડ નંબર 25થી આમ આદમી પાર્ટીના ઉમેદવાર યોગેશ ઢીંગરાએ BJPના ઉમેદવાર વિજય કૌશલ રાણાને 315 વૉટથી હરાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.