વોટિંગના બરાબર ચાર દિવસ અગાઉ આમ આદમી પાર્ટી (AAP) એ ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. આ ઘોષણાપત્રમાં આમ આદમી પાર્ટીએ આગામી પાંચ વર્ષ માટે વિઝન રજુ કર્યું છે. જેમાં પાર્ટીએ જનલોકપાલ અને સ્વરાજ બિલ લાવવાનું વચન આપ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ઘોષણાપત્ર દ્વારા દિલ્હીને આધુનિક દિલ્હી બનાવા માટે મળીને કામ કરીશું. આપે વચનો આપ્યા છે કે દિલ્હી સરકાર દ્વારા શાળાઓમાં શરૂ કરાયેલી હેપિનેસ કરિકુલમ અને આંતરપ્રિન્યોરશીપ કરિકુલમની સફળતા બાદ દેશભક્તિ પાઠ્યક્રમ પણ લાવવામાં આવશે. ચૂંટણી ઢંઢેરાના બે ભાગ છે. જેમાં પહેલા ભાગમાં 10 ગેરંટી છે જે આમ આદમી પાર્ટી પહેલા જ બહાર પાડી ચૂકી છે. બીજા ભાગમાં વિસ્તારથી એ કામોને જણાવવામાં આવ્યાં છે જેને આમ આદમી પાર્ટી આગામી પાંચ વર્ષમાં કરશે. જેમાં પાર્ટીએ દિલ્હીના લોકોને મસમોટા વચનો આપેલા છે.
ગેરંટી સ્કિમના 10 પ્રમુખ વચનો
1. દિલ્હીના દરેક બાળકોને સારું શાળા શિક્ષણની ગેરંટી
2. દિલ્હીના દરેક વ્યક્તિની સ્વસ્થ રહેવાની ગેરંટી
3. દરેક વ્યક્તિને પીવા માટે શુદ્ધ પાણીની ગેરંટી
4. ઘરે ઘરે 24 કલાક પાણી પહોંચાડવાની ગેરંટી
5. 24 કલાક અને 200 યુનિટ ફ્રી વીજળી
6. પોલ્યુશનનું સ્તર એક તૃતિયાંશ સુધી પહોંચાડીશું
7. સ્વચ્છ અને નિર્મળ યમુના માટે કામ કરીશું
8. મહિલા સુરક્ષા માટે દિલ્હીમાં સીસીટીવી, સ્ટ્રીટ લાઈટ અને મહિલા માર્શલ
9. કાચી કોલોનીઓને પાક્કી કરવાની ગેરંટી
10. 10 લાખ વૃદ્ધોને ફ્રીમાં તીર્થયાત્રા કરાવવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.