દિલ્હીમાં હાલમાં ચૂંટણીનો માહોલ છે. દરેક પાર્ટી જીતવાનો દાવો કરી રહી છે. દિલ્હીમાં સત્તા પર કાયમ આમ આદમી પાર્ટીએ તેમના 70 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે. મોજૂદ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી નથી. જેને લઈને તેઓ નાખુશ છે. બદરપુરથી AAPના ધારાસભ્યએ રાજીનામુ આપી દીધુ છે. અને તેમણે પાર્ટી પર કરોડો રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે.
AAP ધારાસભ્ય એનડી શર્માએ કહ્યું કે, તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. અને તેઓ હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેશે. તેમણે AAPમાંથી રાજીનામુ આપી દીધા બાદ પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે.
AAP ધારાસભ્ય એનડી શર્માએ કહ્યું કે, મનીષ સિસોદિયાએ મને તેમના ઘરે બોલાવ્યો અને કહ્યું કે તારી સીટ પરથી રામ સિંહને ચૂંટણી લડવી છે અને તે 20-21 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે. સિસોદિયાએ મારી પાસેથી 10 કરોડ રૂપિયાની માગણી કરી. ત્યાર બાદ તેમની તે ઓફરને મેં ફગાવી દીધી. મેં રાજીનામુ આપી દીધું. અને હવે હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.