સુરત મહાનગર પાલિકાના માસ્કના નામે દંડ વસૂલાત કરવાંના વિરોધમાં ‘આમ આદમી પાર્ટી’ રસ્તા પર ઉતરીને લોકોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે.
શહેરના વોર્ડ નંબર 6-7-8 એટલે કે, ડભોલી-જહાંગીરપુરા વિસ્તારમાં આપના કાર્યકરોએ આજે પોલીસની હાજરીમાં અનોખો વિરોધ કરીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
આપના કાર્યકર્તાઓએ લોકોને જણાવતાં કહ્યું હતું કે, પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્ય પહેરો.
આમ આદમી પાર્ટીના અનોખો વિરોધ દ્વારા જાગૃતિના મેસેજમાં લોકોને જણાવી રહ્યા છે કે, પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્યપણે પહેરવું જોઈએ.
આમ આદમી પાર્ટીના પ્રવકતા યોગેશ જાદવાણી એ આ બાબતે અસ્મિતા ન્યુઝ સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ભાજપની પોલીસ દંડ ઉઘરાવવા ટાર્ગેટ આપે, અમે આવું નહી થવા દઈએ.
પોલીસ જ્યાં ખોટો દંડ ઉઘરાવવા ઉભી રહેશે ત્યાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો દરરોજ સાંજે પ્લે કાર્ડ લઈને ઉભા રહેશે અને લોકોને પોલીસની ખોટી રીતે દંડ ઉઘરાવવાની નીતિને ઉઘાડી પાડશે અને તેમનો ટાર્ગેટ પૂરો નહી થવા દઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.