ગુજરાત:જે કામ સરકારને કરવાનુ હોય છે તે કામ એવી પાટીઁના કાયઁકરો કરશે,જે પાટીઁનો ગુજરાતમાં ચુટાયેલો સરપંચ પણ નથી

અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકાર દ્વારા કોરોના મહામારી સામે લડવા માટેના દિલ્હી મોડલની પ્રસંશા આખા વિશ્વમાં થઈ રહી છે. અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારની કોઠાસૂઝ અને મહેનતથી આજે દિલ્હીમાં કોરોના ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે ત્યારે એ જ ઢબ અને તર્જ પર ગુજરાતની આમ આદમી પાર્ટી પણ 1 સપ્ટેમ્બર મંગળવારના રોજથી રાજ્યભરમાં 1000 તપાસ કેન્દ્રો ખોલીને તમામ ઈચ્છુક લોકોનું ઓક્સીજન કેટલું છે તે ચકાસશે અને જેનું ઓક્સિજન ઓછું જણાય તો તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડશે.

આમ આદમી પાટીઁ ગુજરાત પ્રવક્તા યોગેશ જાદવાણીએ માહિતી આપતા કહ્યું હતું કે,આમ આદમી પાર્ટી ગુજરાત પહેલી સપ્ટેમ્બરથી પ્રદેશ ઉપપ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં યુવા જોડો અભિયાન શરૂ કરવા જઇ રહી છે. સાથે સાથે સમગ્ર રાજ્યમાં 1000 તપાસ કેન્દ્ર ખોલશે અને  5000 થી વધુ કાર્યકર્તાઓ ઓક્સિજન લેવલ ઘરે-ઘરે જઈ તપાસ કરશે. તેઓ ઓક્સીમિત્ર બની ઓક્સીમિટર અને સેનિટાઈઝર તથા માસ્ક અને પૂરતી સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ગુજરાતભરમાં બુથ લેવલ પર જઈને ઓક્સિજનની માપણી કરશે અને જો ઓછું જણાય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ કરશે. કોરોના એક એવી બીમારી છે જેમાં લોહીમાં પ્રાણવાયુની માત્રા ઓછી થઈ જાય છે જેથી હૃદય અને ફેફસાં શરીરના અન્ય ભાગો તથા મગજને જરૂરી પ્રમાણમાં પ્રાણવાયુ મોકલી શકતા નથી. જેની અવગણના જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

– ગુજરાત સરકાર કોરોના સામે લડવામાં નિષ્ફળ

આમ આદમી પાટીઁના પ્રવક્તા દ્વારા જાહેર કરાયેલ પ્રેસનોટમાં વઘુમાં જણાવાયું છે કે,ગુજરાત સરકાર કોરોના મહામારી સામે લડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આ મહામારી રોકવામાં ગુજરાત સરકારની સમજશક્તિ અને ઈચ્છાશક્તિનો અભાવ જનતાને સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. એમણે ગુજરાતની જનતાને પોતાના હાલ ઉપર છોડી દીધી છે. કોરોના મહામારીમાં દિલ્હી મોડલની સફળતા અને આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર દ્વારા જનતા લક્ષી કરેલા કાર્યો વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે અને પ્રચાર પ્રસાર તથા  કાર્યકર્તા જોડો અભિયાન ચલાવવામાં આવશે.આ સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વધતા જતા સંગઠન અને દિલ્હીની અરવિદં કેજરીવાલ સરકાર દ્વારા કરાયેલ ઓતહાસિક કાયોઁ અને સિઘ્ઘીઓ વિશે જણાવાશે. તેમજ ગુજરાત સરકારની નિષ્ફળતાઓ,ખામીઓ,બેદરકારીઓ,કુટનીતીઓ અને અણઘડ અને અણઆવડત વાળા વહીવટથી લોકોને પડી રહેલી તકલીફો અને પીડાઓ વિશે પણ લોકોનો અભીપ્રાય જણાશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.