છત્તીસગઢના રાજકારણનો ડંકો હવે દેશમાં વાગવા માંડ્યો છે. પ્રદેશના રાજકારણથી દૂર, પરંતુ અહીંના કેટલાક સાધારણ ચહેરા હવે બીજા રાજ્યોના રાજકારણમાં ખાસ બનતા જઈ રહ્યા છે. નવું નામ લોરમીના રહેવાસી અને IIT દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકનું છે. ડૉ. સંદીપ પાઠકને આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબમાંથી રાજ્યસભા ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારબાદથી ડૉ. સંદીપને છત્તીસગઢ સ્થિત ઘરમાં ઉત્સવનો માહોલ છે.અને આમ આદમી પાર્ટીએ ડૉ. સંદીપ પાઠકને ગુજરાતમાં મોટી જવાબદારી આપતા તેમને AAP ગુજરાતના પ્રભારી બનાવ્યા છે.
પંજાબથી રાજ્યસભાની 7માંથી 5 સીટો પર કાર્યકાળ 9 એપ્રિલે પૂર્ણ થવાનો છે. તેને માટે 21 માર્ચ એટલે કે આજે રાજ્યસભા સીટો પર નામાંકનની છેલ્લી તારીખ છે. 31 માર્ચે રાજ્યમાં રાજ્યસભા માટે ચૂંટણી પ્રસ્તાવિત છે. આ વખતે AAPએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 117માંથી 92 સીટો જીતી છે. અને એવામાં માનવામાં આવી રહ્યું છે કે, પંજાબની 7માંથી 6 રાજ્યસભા સીટ AAPના ખાતામાં જઈ શકે છે. હાલ પાર્ટી તરફથી ઉમેદવારોના નામ પર ચર્ચા ચાલી રહી છે.
દરમિયાન AAPએ રાજ્યસભા માટે ત્રણ નામોની જાહેરાત કરી છે. તેમા પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, પંજાબના સહ પ્રભારી રાઘવ ચડ્ઢા અને ત્રીજું નામ IIT દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકનું છે. સંદીપ છત્તીસગઢના મુંગેલી જિલ્લાના લોરમીના રહેવાસી છે. સંદીપનો પરિવાર આજે પણ બટહા ગામમાં રહે છે. અને સંદીપના નામની જાહેરાત સાથે જ ગામમાં ઉજવણી શરૂ થઈ ગઈ. સૌએ એકબીજાને મિઠાઈ ખવડાવી રહ્યા છે. હવે તેમની જીતની રાહ જોવાઈ રહી છે.
બટહામાં રહેતા કુસાન શિવકુમાર પાઠકના મોટા પુત્ર સંદીપ પાઠકનો જન્મ 4 ઓક્ટોબર 1979ના રોજ થયો હતો. સંદીપ કરતા નાના ભાઈ પ્રદીપ પાઠક અને બહેન પ્રતિભા પાઠક છે. ડૉ. સંદીપ પાઠકનું પ્રાયમરી શિક્ષણ લોરમીના જ ગામમાં થયુ છે. ત્યારબાદ તે છઠ્ઠા ધોરણના અભ્યાસ માટે બિલાસપુર ચાલ્યા ગયા.અને ત્યાંથી MScનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હૈદરાબાદ અને પછી આશરે 6 વર્ષ બ્રિટનમાં રહીને અભ્યાસ કર્યો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી PhD કર્યા બાદ તેઓ ભારત આવ્યા.
જણાવવામાં આવે છે કે, ડૉ. સંદીપે ઘણા સમય સુધી પ્રશાંત કિશોરની ટીમમાં રહીને દિલ્હી ચૂંટણી માટે કામ પણ કર્યું હતું. ત્યારબાદ તેઓ અરવિંદ કેજરીવાલની સલાહકાર ટીમમાં જોડાઈ ગયા. સંદીપ વિશે કહેવામાં આવે છે કે, પંજાબમાં AAPની સરકાર બનાવવામાં પડદા પાછળ રહીને તેમણે મોટા રણનીતિકારની ભૂમિકા નિભાવી છે.અને તેઓ છેલ્લાં કેટલાક સમયથી પંજાબમાં AAPના સંગઠનને ઊભું કરવા માટે પણ કામ કરી રહ્યા હતા.
દિલ્હી અને પંજાબ જેવા બે રાજ્યોમાં સરકાર બનાવ્યા બાદ AAP નાના પ્રદેશોમાં ખાસ ધ્યાન આપી રહી છે. આગામી 2023માં છત્તીસગઢ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે. એવામાં છત્તીસગઢ માટે ડૉ. સંદીપ પાઠકનો ચહેરો AAPમાંથી સામે આવી શકે છે. સામાન્યરીતે જોવા મળ્યું છે કે, અરવિંદ કેજરીવાલ આઈઆઈટીયન્સને ખાસ કરીને પોતાની ટીમમાં જગ્યા આપીને સાથે કામ કરે છે. એવામાં જે રીતે ડૉ. સંદીપ પાઠકની રાજ્યસભાના રસ્તે રાજકારણમાં એન્ટ્રી કરાવવામાં આવી રહી છે અને તેને જોતા લાગે છે કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં તેમની ખાસ ભૂમિકા રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.