રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા સહિતના પૂર્વ હોદ્દેદારો તેમજ પ્રવર્તમાન હોદ્દેદારો પૈકી કેટલાક હોદ્દેદારો તેમજ તેમના સમર્થકો આવતા અઠવાડિયે આમ આદમી પાર્ટીમાંવિધિવત રીતે જોડાશે.
રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી બચ્યાં છે ત્યારે રાજકીય પાર્ટીઓની ગતિવિધિ તેજ થઈ ચૂકી છે. કોઈ પોતાની જૂની પાર્ટીને છોડીને નવી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યું છે તો કોઈ પોતાની જ પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. સોમવારે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા તમામ સંકેતો તેમણે પોતે જ આપ્યા હતા.
હવે રાજકોટના ઉદ્યોગપતિઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા સહિતના પૂર્વ હોદ્દેદારો તેમજ પ્રવર્તમાન હોદ્દેદારો પૈકી કેટલાક હોદ્દેદારો તેમજ તેમના સમર્થકો આવતા અઠવાડિયે આમ આદમી પાર્ટીમાંવિધિવત રીતે જોડાશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું હતું કે લોકો પ્રવર્તમાન શાસક પક્ષથી નાખુશ છે. તેમની નીતિ પ્રજાહિતમાં નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે શિક્ષણ અને આરોગ્યમાં જે પ્રકારે પ્રજાલક્ષી કાર્ય કર્યું છે તેનાથી પ્રેરાઈને હું ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં દિલથી જોડાયો છું. હવે આવતા અઠવાડિયે અન્ય પૂર્વ હોદ્દેદારો તેમજ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈશ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.