પોતાના વ્યવસાય અને પરોપકારી કાર્યો માટે પ્રસિદ્ધ અમરગઢના AAPના ધારાસભ્ય જસવંત સિંહ એમ તો પોતાના મત વિસ્તારમાં સ્વાસ્થ્ય, શિક્ષા અને અન્ય સુવિધાઓમાં તાત્કાલિક સુધારો લાવવા ઈચ્છે છે. તેને આગામી મહિનાઓમાં ઝડપથી કાર્યવાહી અને બદલાવ જોવા મળવાની આશા વ્યક્ત કરી છે. તેની સાથે જ તેને પોતાના વોટરોને ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા પોતાના વચનોમાંથી પ્રથમ વચન પૂરું કર્યું છે.અને જસવંત સિંહે સેલેરીના રૂપમાં માત્ર એક રૂપિયો લેવાનો અને પેન્શન છોડવાનો નિર્ણય લીધો છે.
જસવંત સિંહે કહ્યું છે કે, ‘જ્યારે મને ટિકિટ મળી, ત્યારે મેં જાહેર કર્યું હતું કે, હું માત્ર 1 રૂપિયા જ વેતન સ્વરૂપે લઈશ અને કોઈ પેન્શન નહીં લઈશ.અને અમારું રાજ્ય પહેલાથી જ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને આપણે એના પર ગંભીરથી વિચાર કરવો જોઈએ.’
ધારાસભ્ય જસવંત સિંહે કહ્યું કે, ‘વ્યાપાર અને સામાજિક કાર્યોમાં જોડાયો હોવાથી હું તમામ લોકો માટે સરળતાથી ઉપલબ્ધ છું અને હું પોતાના મહત્તમ વોટરોને વ્યક્તિગત રૂપથી ઓળખું છું. કેમ કે, હું મારા મતદાન ક્ષેત્રથી જ છું. અમારી સરકારે પ્રથમ દિવસે જ કામ કરવાનું શરૂ કર્યું હતું.’ જસવંત સિંહને ચૂંટણીમાં 44,523 વોટ મળ્યા છે અને જ્યારે શિઅદ (એ)ના ઉમેદવાર સિમરનજીત સિંહ માનને 38,480 વોટ મળ્યા છે.
જસવંત સિંહે કહ્યું કે, તે પોતાના વોટરોને કરેલા તમામ વચનોને પૂર્ણ કરશે. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન તેને પોતાના વોટરોને મોટા-મોટા વચનો નથી કર્યા.અને જસવંત સિંહે માત્ર એવા જ વચનો કર્યા છે, જેમને પૂરા કરી શકાશે.
જસવંત સિંહે કહ્યું કે, ‘હું વોટરોની સેવા કરવા માટે રાજનીતિમાં છું, ન કે બીજી પાર્ટીઓના અન્ય ઉમેદવારોની જેમ, જે વોટરોને મૂર્ખ બનાવી રહ્યા છે.’ અમરગઢના AAPના ધારાસભ્ય જસવંત સિંહે કહ્યું કે, ‘અમારી સરકારે પહેલા દિવસથી જ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને બધાને થોડા સમયમાં જ બદલાવ જોવા મળશે.અને પરિણામ આવવાના પહેલા પણ હું પોતાના ક્ષેત્ર માટે કામ કરતો હતો.’
નોંધનીય છે કે, અમરગઢ મતદાન ક્ષેત્રમાં 120 પંચાયતો ઉપરાંત બે શહેરી ક્ષેત્ર છે, જેમાં અમરગઢ અને અહમદગઢ શામેલ છે.અને પહેલા અમરગઢ મતદાન ક્ષેત્ર સંગરૂર જિલ્લાનો ભાગ હતો,પણ હવે આ મલેરકોટલા જિલ્લામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.