ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારે ચૂંટણી દરમિયાન ચર્ચાનો વિષય બનેલી આમ આદમી પાર્ટી (આપ) અડધો ડઝનના આંકડા સુધી પહોંચતી પણ દૂર દૂર સુધી દેખાઈ રહી નથી.
ત્યારે હવે ચૂંટણી પરિણામોના વલણ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. સંજય સિંહે ગુજરાત વિશે કહ્યું છે કે તે ભાજપનો કિલ્લો છે અને તેને ભેદવો એટલું સરળ નથી. મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું માથું નમાવીને આ જનાદેશનું સન્માન કરવા માંગુ છું અને હું ગુજરાતની જનતાને અભિનંદન આપવા માંગુ છું કે તેઓએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવાનું કામ કર્યું છે.
જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)ને ભલે ગુજરાત અને હિમાચલમાં હારી હોય, પણ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. જેની સાથે દેશમાં રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા વધીને નવ થઈ જશે અને ગુજરાત ચૂંટણીમાં AAPને 13 ટકા વોટ મળ્યા છે. આનાથી તે ગુજરાતમાં પ્રાદેશિક પક્ષ અને રાષ્ટ્રીય પક્ષ બની ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.