AAP નેતા પર બરાબરના બબડ્યા ગૌતમ ગંભીર, કેજરીવાલની નીયત પર ઉઠાવ્યો સવાલ

દિલ્હી હિંસા  મામલે આરોપી તાહિર હુસૈન સાથે પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ એ તાહિર હુસૈનના પક્ષમાં એક ટ્વિટ કર્યું. તેના પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીર ભડકી ઉઠ્યા અને તેમણે ‘આપ’ની નીયત પર સવાલ ઉભા કરી દીધા.

અમાનતુલ્લાહ ખાને પોતાના ટ્વિટર હેન્ડલ વડે લખ્યું ‘આજે તાહિર હુસૈન ફક્ત આ વાતની સજા કાપી રહ્યા છે કે તે એક મુસ્લિમ છે. કદાચ આજે હિંદુસ્તાનમાં સૌથી મોટો ગુનો મુસ્લિમ હોવું છે. એ પણ થઇ શકે છે આગામી સમયમાં એ સાબિત કરી દીધું કે દિલ્હીની હિંસા તાહિર હુસૈને કરાવી છે.’

આ ટ્વિટના જવાબમાં ગૌતમ ગંભીરે ટ્વિટ કરી કહ્યું ‘સુંદરકાંડનો પાઠ કરાવવા ગયા અને કંઇ સુંદર ના રહ્યું સુનિયોજિત કાંડ જરૂર થયો! તેમણે સીએમ અરવિંદ કેજરીવાલને ટેગ કરતાં લખ્યું કે ‘દેશની રક્ષા કરનાર અંકિત શર્મા પર 400 પ્રહાર થયા જેનો આરોપ તાહિર પર છે! અને પોતાની જુબાન વડે દેશના ભાગલા અને ધર્મ પર વર કરવાનું કામ તમારા ધારાસભ્ય કરી રહ્યા છે. પ્રશ્ન નિયત પર છે!’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.