આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું,ગુજરાતમાં થવાનું છે આગમન,AAP પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે તેમના આ ગુજરાત પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે જેને લઈ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે, જેને લઈને પણ અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ મહત્વનો માનવામાં આવે છે, દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે આવવાના છે ત્યારે કેટલાક જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે.

આજે સવારે 10.20 કલાકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ગુજરાતમાં આગમન થવાનું છે જેને લઈ આપ કાર્યકરોએ તેમના સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે મહત્વનું છે કે એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સીધા સરકીટ હાઉસ જશે ત્યાં સરકીટ હાઉસ ખાતે આપના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ પત્રકાર પરિષદ યોજશે.

અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકો આપમાં જોડાય તેવું મનાઈ રહ્યું છે અરવિંદ કેજરીવાલે આ પ્રવાસના એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું કે “હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ”. હવે અરવિંદ કેજરીવાલનો ગુજરાતનો આ પ્રવાસ મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.