MCD Results 2022: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે અને 239 બેઠકોના પરિણામમાં આમ આદમી પાર્ટીને 130 બેઠકો મળી છે જ્યારે બીજી તરફ ભાજપને 99 સીટો પર સફળતા મળી છે.
દિલ્હી MCD ચૂંટણીમાં જીત પર આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, “દિલ્હી MCDમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા બદલ દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર અને વિશ્વની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીને હરાવીને. દિલ્હીના લોકો, કટ્ટર પ્રમાણિક અને કામ કરનારા અરવિંદ કેજરીવાલને જીતાડ્યા છે. અમારા માટે આ માત્ર જીત નથી, આ એક મોટી જવાબદારી છે.”
વોટ શેરની વાત કરીએ તો આ ચૂંટણીમાં 42.4 ટકા લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યા છે અને જે 2017ના પરિણામો કરતા ઘણો વધારે છે. વાસ્તવમાં, 2017 માં, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને તે સમયે આમ આદમી પાર્ટીને NDMCમાં 27.88 ટકા, SDMCમાં 26.44 ટકા અને EDMCમાં 23.4 ટકા વોટ શેર મળ્યા હતા. જો તેમની સરેરાશ જોવામાં આવે તો આમ આદમી પાર્ટીને લગભગ 25 ટકા વોટ શેર મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.