AAP ને ચેલેન્જ આપીને ભેરવાયા યોગીના મંત્રીઓ,સીસોદીયા તો જાહેર ચચાઁ કરવા યુ.પી પહોચ્યા,પણ યોગીના કોઇ મંત્રી ફક્રઁયા નહિ

મનીષ સિસોદીયાએ પત્રકારો સાથેની વાતચીત કરતા કહ્યુ હતું કે, યોગીના મંત્રીએ મને ચર્ચા કરવા બોલાવ્યો હતો. ત્યારે જ મેં કહી દીધુ હતું કે, હું તમારૂ આમંત્રણ સ્વિકારૂ છું મને સમય અને જગ્યા બતાવી દો. જો કે, હજૂ સુધી સમય કે જગ્યા બતાવી નથી.

કોઈ પણ નેતાએ પોતાના મત વિસ્તાર અથવા તો પ્રદેશમાં કેવા વિકાસના કાર્યો કર્યા છે, તેના વિશેની શુદ્ધ ચર્ચા તો થવી જ જોઈએ, તર્ક વિતર્ક અને બહાનેબાજીથી અલગ હટીને વાસ્તવિકતાના દર્શન જ્યારે કોઈ નેતા સામે ચાલીને કરાવતો હોય ત્યારે જોવા જેવો નજારો હોય છે.

આવા જ હાલ કંઈક યુપી અને દિલ્હી સરકાર વચ્ચે થઈ રહ્યા છે. હકીકતમાં બન્યુ છે એવુ કે, ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સિદ્દાર્થ નાથ સિંહ સાથે ચર્ચા કરવા માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા લખનઉ પહોંચ્યા છે.

લખનઉમાં મીડિયા સાથે વાતચીત કરતા સિસોદીયાએ જણાવ્યુ હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે, આમ આદમી પાર્ટી યુપીમાં વિધાનસભાની ચૂંટણી લડશે, ત્યારથી ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે. હું પણ લખનઉમાં યુપીની સરકારી સ્કૂલો અને હોસ્પિટલો પર ચર્ચા કરવા આવ્યો છું.

મનીષ સિસોદીયાએ કહ્યુ હતું કે, વીવીઆઈપી ગેસ્ટ હાઉસ જઈ રહ્યો છું. ત્યાં આવી જાવ અથવા તો મને બોલાવી લો. યોગી સરકાર અને કેજરીવાલના મોડલ પર ચર્ચા કરવા આવ્યો છું. દિલ્હીની હોસ્પિટલોના વખાણ થઈ રહ્યા છે. 70થી 80 ટકા લોકોને ફ્રીમાં વિજળી મળી રહી છે. દ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.