AAPને સુરતમાં મળી છે 27 બેઠક,ગુજરાતમાં હવે ઈમાનદાર રાજનીતિ-કેજરીવાલ

ગુજરાતની બધી જ મનપામાં ભગવો લહેરાયો છે પરંતુ સુરતમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી મારી છે ત્યારે અરવિંદ કેજરીવાલે વીડિયો જાહેર કર્યો છે.

સુરતમાં આમ આદમી પાર્ટી હવે બીજા નંબરની પાર્ટી બની ગઈ છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના જોરદાર પ્રદર્શનને લઈને અરવિંદ કેજરીવાલ ખુશ છે.

સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 સીટો પર જીત મેળવી છે અને મુખ્ય વિપક્ષી પાર્ટી બનીને સામે આવી છે. અહિયાં કોંગ્રેસનું ક્યાંય ખાતું પણ ખૂલી ન શક્યું.

આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના તમામ કાર્યકરોની મહેનતને સલામ અને બધાને હાર્દિક અભિનંદન. સુરતના મતદાતાઓએ પણ વ્યક્ત કર્યું છે કે હવે ભવિષ્યમાં સમગ્ર ગુજરાત કર્મના રાજકારણને આવકારવા તૈયાર છે.

હું ગુજરાતના લોકોને હૃદયથી ધન્યવાદ કહેવાય માંગુ છું. ખાસ કરીને સુરતના લોકોનો આભાર. સુરતમાં 125 વર્ષ જૂની પાર્ટીને હરાવીને એક નવી પાર્ટીને મુખ્ય વિપક્ષી પાર્ટી સ્વરૂપે જવાંબદારી મળી છે.

તેમણે કહ્યું કે હું તમને વિશ્વાસ અપાવું છું કે અમારો દરેક ઉમેદવાર ઈમાનદારીથી પોતાનો જવાબદારીનું વહન કરશે. ગુજરાતમાં એક નવા રાજકારણની શરૂઆત થઈ ગઈ છે, ઈમાનદાર રાજનીતિ જે છે સારા સ્કૂલ, હોસ્પિટલ અને સસ્તી વીજળીની રાજનીતિ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.