આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા રાજ્ય સરકાર યોગ્ય દિશામાં,અને સ્પષ્ટ રણનીતિ સાથે વધી રહી છે આગળ

આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીની અધ્યક્ષતામાં બારડોલી સર્કિટ હાઉસ ખાતે ‘મારૂં ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાનની કામગીરીની સમીક્ષા-માર્ગદર્શન માટે જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, સહકારી અગ્રણીઓ અને વહીવટીતંત્ર, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા રાજ્ય સરકાર યોગ્ય દિશામાં અને સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યના તમામ ગામોમાં કોરોનાના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા રાજ્ય સરકારે મારૂં ગામ, કોરોનામુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કર્યો છે.

દરેક ગામના વડીલો-યુવાનોની ટીમ બનાવીને કામ કરીશું તો ચોક્કસ ગામોને કોરોનામુક્ત કરી શકીશું એમ જણાવી તેમણે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને સંકલન સાધી યુદ્ધના ધોરણે કામ પર લાગી જવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, જિલ્લાની આરોગ્ય ટીમના સહયોગથી ગામમાં તાવ, શરદી અને ઉધરસવાળા દર્દીઓને ગામના અલાયદા આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે, જેથી પરિવાર કે અન્ય ગ્રામજનો સુધી સંક્રમણ ન ફેલાય

આઈસોલેશન સ્થળે પૂરતા બેડ, ભોજન અને આરોગ્યલક્ષી સુવિધાઓ પણ સુનિશ્ચિત કરાઈ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યુ કે, ગામના લોકોને ગામમાં જ સારવાર આપવામાં આવશે તો શહેરોની હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. આ માટે જરૂરી તમામ દવાઓ દરેક CHC, PHC સુધી પહોંચાડી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.