લલિત વસોયાએ કોરોનાની આપી મ્હાત,આરોગ્ય તંત્રના કર્યા વખાણ

કોરોનાથી સ્વસ્થ થયા બાદ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યુ છે. પોતાના પરિવાર અને સમાજ માટે સાવચેતી રાખો.

મેં પણ બેદરકારી દાખવી હતી અને મારો પુત્ર-પુત્રવધુ અને પૌત્ર, પત્ની અને માતા સહિત અમે તમામ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છીએ. હવે સમજાણું કે કોરોના કેવો ભયાનક છે. સાવચેતીથી જ કોરોનાથી બચી શકાય છે. મારી ભૂલથી આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. સરકારી તંત્ર હાલ ખૂબ જ મહેનત કરી રહ્યું છે. કોરોનામાં તંત્ર રાત-દિવસ કામ કરી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,541 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 91 લોકોના મોત નિપજ્યા છે. અને 3,783 દર્દીઓ સાજા થયાં છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 304 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 55,398 પર પહોંચ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.