કોંગ્રેસ પાર્ટીએ આર્થિક સ્થિતિના મુદ્દા પર કમર કસી લીધી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસ પાર્ટી મોદી સરકાર વિરુધ્ધ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં દેશભરમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન કરશે.
ભારતના વિકાસદરના ઘટાડાના અનુમાન વચ્ચે વિરોધ પ્રદર્શન
દેશ-વિદેશની મોટી નાણાંકીય સંસ્થાઓ દ્વારા ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. હાલમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ ભારતના નાણાંકીય વર્ષ 2019-20 માટે વિકાસદરનું અનુમાન ઘટાડ્યું હતું. IMFના હાલમાં રજૂ કરવામાં આંકડા મુજબ ભારતનો GDP આ વર્ષે 6.1 ટકા જેટલો રહેશે. આ અગાઉ એપ્રિલમાં GDP 7.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ મોદી સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરવાની બનાવી રણનીતિ
દેશ-વિદેશની મોટી નાણાંકીય સંસ્થાઓ દ્વારા ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ સરકારને આ મુદ્દે ઘેરવાને લઇને રણનીતિ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ પાર્ટીએ મોંઘવારીથી લઇને રોજગારી સુધીના મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.