આર્થિક વિકાસને લઈ નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- દેશની અર્થવ્યવસ્થા હાલ…

છેલ્લા ઘણા સમયથી ભારતના આર્થિક વિકાસ પર મંદીના વાદળ છવાયા હોવાની વાત બજાર વિશ્લેષકો કહેતા આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા આ દાવાઓને નકારવામાં આવ્યા હતા. પરંતુ હવે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ખુદ આ વાતને સ્વીકારી છે કે ભારતીય અર્થવ્યવસ્થા હાલ મુશ્કેલ સમયથી પસાર થઈ રહી છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ એક પુસ્તકના વિમોચન કરતા સમયે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા હાલ મુશ્કેલ સમયથી પસાર થઈ રહી છે. આર્થિક વિકાસની ગતિ કેટલી સુસ્ત છે અને આ ક્યા કારણોસર થઈ રહ્યું છે. તે વિશે વધુ વિચાર કરવાની જરૂર છે. સૂત્રો મુજબ તેમને કહ્યું કે ભારતનો વિકાસદર જૂન મહિનામાં છ વર્ષના તળિયે પહોંચ્યો હતો. જે 5 ટકાના સ્તરે નોંધાયો. માંગમાં ઘટાડો, ખાનગી રોકાણમાં કમી અને વૈશ્વિક બજારોમાં ઘણા સમયથી ચાલી રહેલા ટ્રેડ વોરના પગલે એવું જોવા મળી રહ્યું છે.

જોકે સરકારે દેશના આર્થિક વિકાસદરને વેગ આપવા માટે છોડા સમય દિવસો પહેલા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. ઉપરાંત સરકારી બેંકોમાં મૂડી રોકાણ અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે 25 હજાર કરોડ રૂપિયાના ફંડની તૈયારી કરી. જેથી અર્થવ્યવસ્થાને સુધારી શકાય. ભારતીય રિઝર્વ બેંકે પણ આર્થિક સુસ્તીને જોતા ઓક્ટોબર મહિનાની નાણાકીય નીતિ સમીક્ષા કરી વિકાસ દરનો અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કર્યો હતો. ઉપરાંત વૈશ્વિક રેટિંગ એજન્સીએ પણ ભારતના ક્રેડિટ રેટિંગ આઉટલુકને નેગેટિવ રાખ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.