સગીરા સાથે યૌન શોષણ મામલામાં જેલમાં સજમા કાપી રહેલા આસારામ (Asaram)ની મોડી રાત્રે તબિયત બગડી હતી. જોધપુરની સેન્ટ્રલ જેલમાં તબિયત બગડ્યા બાદ જેલ પ્રશાસને આસારામને શહેરની મહાત્મા ગાંધી હૉસ્પિટલ લઈને ગયું. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન પણ આસારામે ત્રણ કલાક સુધી પોલીસકર્મીઓને પ્રવચન આપ્યું.
આસારામને પોલીસ વેનમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. આસારામના સમર્થકોને જેવી આ વાતની જાણ થઈ તો તેઓ હૉસ્પિટલની બહાર પહોંચી ગયા. જ્યાં સુધી આસારામને હૉસ્પિટલથી પરત જેલ ન લાવવામાં આવ્યા ત્યાં સુધી ભીડ ઉપસ્થિત રહી.
હૉસ્પિટલમાં ચાર ડૉક્ટરોની ટીમે આસારામનું ચેકઅપ કર્યુ. સીટી સ્કેન પણ કરવામાં આવ્યું. પરંતુ ત્રણ કલાકની સારવાર બાદ આસારામને પરત જેલ મોકલી દેવામાં આવ્યા. આસારામને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.
કડક સુરક્ષાની વચ્ચે ત્રણ કલાકની સારવાર બાદ આસારામને પોલીસ હૉસ્પિટલથી પરત સેન્ટ્રલ જેલ લઈને ગઈ. આ દરમિયાન આસારામને જોવા માટે સમર્થકો પોલીસના વાહનોની પાછળ દોડવા લાગ્યા. તેમાં પુરુષો સહિત મહિલાઓ પણ સામેલ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.