કોરોનાને લઇને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરએ ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથ લીધું છે. તેમણે આતંકવાદને કેન્સરની સાથે સરખાવતા કહ્યું કે.. આતંકવાદ કોરોનાની જેમ તમામ લોકોને પ્રભાવિત કરે છે. જયશંકર અગાઉ પણ આતંકવાદના મુદ્દે દુનિયાની સામે પાકિસ્તાનને કડક ચેતવણી આપી ચૂક્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરએ આડકતરી રીતે પાકિસ્તાનને સીધો જવાબ આપ્યો છે કે, આતંકવાદ એક કેન્સર છે, જે બધાને પ્રભાવિત કરે છે. આ એ બિમારી જેવુ જ છે, જે આગની જેમ સમગ્ર દુનિયામા ફેલાયેલી છે. કોરોનાની મહામારી સંપૂર્ણ રીતે પણ બધાને પ્રભાવિત કરી રહી છે.
આતંકવાદને સમર્થન આપનાર લોકો પણ તેમનાથી અળગા રહ્યા નથી. એસ જયશંકરએ 19મા દરબારી શેઠ મેમોરિયલમા યોજાયેલ એક દરમ્યાન દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધ્યુ હતુ.
વિદેશ મંત્રીએ સીપીઆરઆઇના કાર્યક્રમ દરમ્યાન કહ્યુ કે, આતંકવાદ અને મહામારીની વૈશ્વિક પ્રતિક્રિયા બધાની સામે આવી છે. જ્યારે કોઇ મોટી ઘટના બને છે. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યુ કે, આતંકવાદનુ ઉત્પાદન બીજા માટે કર્યુ છે, જેઓ પોતાને જ આતંકવાદથી પીડાયેલા દર્શાવે છે, જયારે આતંકવાદને પોષવા પાછળ તેઓ જ જવાબદાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.