ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર હવાઈ મુસાફરી કરતા મુસાફરોને ધમકી આપી છે. અહેવાલ છે કે પન્નુએ 1લીથી 19મી નવેમ્બર વચ્ચે એર ઈન્ડિયા દ્વારા ઉડાન ન ભરવાની ધમકી આપી છે. ખાસ વાત એ છે કે આ ખતરો એવા સમયે આવ્યો છે જ્યારે એવિએશન સતત બોમ્બની અફવાઓનો સામનો કરી રહ્યું છે. રવિવારે પણ આ ધમકીઓને કારણે ઘણી ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી.
ઘટનાના તાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સાથે જોડાયેલા
શીખ ફોર જસ્ટિસના વડા પન્નુએ મુસાફરોને ચેતવણી આપી છે કે તેઓ 1 થી 19 નવેમ્બર વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરે. ગયા વર્ષે પણ પન્નુએ આવી ધમકી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચેતવણી ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનારાઓને આપવામાં આવી છે. 23 જૂન, 1985ના રોજ એર ઈન્ડિયાના બોઈંગ એરક્રાફટમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના તાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સાથે જોડાયેલા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શનિવારે વિવિધ કંપનીઓની 30 થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી. સૂત્રોએ જણાવ્યું કે વિવિધ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા એર, વિસ્તારા, સ્પાઈસજેટ, સ્ટાર એર અને એલાયન્સ એરની 30 થી વધુ સ્થાનિક અને વિદેશી ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.