અમદાવાદની કાલુપુર રેવડી બજારમાં, 20 માર્ચના રોજ પાંચ દુકાનોમાં લાગી હતી આગ,જેમાં આતંકી ષડયંત્રનો થયો છે ખુલાસો

અમદાવાદની  કાલુપુર રેવડી બજારમાં,20 માર્ચના રોજ પાંચ દુકાનોમાં આગ (fire) લાગી હતી. જેમાં આતંકી (terror) ષડયંત્રનો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચને (Ahmedabad Crime branch) મોટી સફળતા મળી છે.

ક્રાઇમ બ્રાંચે નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આગચંપી બાદ ભુપેન્દ્રસિંહ નામના વ્યક્તિને હવાલાના માધ્યમથી દુબઇમાંથી રૂપિયા પણ ચૂકવવામાં આવ્યાં હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

આ આરોપીઓએ પીપીઇ કિટ પહેરીને આગ રેવડી બજારમાં આગ લગાવી હતી. જેનાથી તેમની ઓળખ ઉભી ન થાય. બીજી બાજુ તેઓ ડરનો માહોલ ઉભો કરી શકે.

બાબાખાન એને વોટ્સએપ પર ‘દુકાન પે આજાઓ’ મેસેજ આપતો હતો. આ મેસેજમાં ઑટો ડિલિટનો ઓપ્શન આપવામાં આવે છે

ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે ભુપેન્દ્ર અને પ્રવિણે આગ લગાવ્યા બાદ રેવડી બજારની આગનો વીડિયો પાકિસ્તાન બેસેલા તેમના આકાઓને આ વીડિયો મોકલ્યો હતો.

આ ઘટના બાદ તેણે ભુપેન્દ્રને પૂછ્યું હતું કે ‘તુમને પુલિસ કો બતાયા તો નહી? અગર બતા ભી દેતે તો પુલિસ મુજે પકડ નહીં પાયેગી’ બાબા ખાનને વિશ્વાસ હતો કે તેની ચેટ નહીં પકડાય પરંતુ ક્રાઇમ બ્રાન્ચ આ ચેટને ડીકોડ કરવામાં સફળ રહી છે.

બાબા આતંકવાદી વારદાતને અંજામ અપાવતા પહેલાં ભુપેન્દ્રને અજમાવવા માંગતા હતો જેથી માટે તેણે ભુપેન્દ્રને 25,000 રૂપિયા પેટીએમથી આપ્યા હતા

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.