આતંકીઓ સામે સેનાનું અભિયાન : લોકડાઉન દરમિયાન કાશ્મીરમાં 32 આતંકીઓનો ખાત્મો કર્યો

વર્તમાન સમયે કાશ્મીરમાં 250 જેટલા આતંકીઓ સક્રિય છે. જેમાંથી ઘણાને સેના મારી ચુકી છે

ભારતમાંથી આતંકીઓના કેમ્પમાં નવી ભરતી સતત ઘટી રહી છે

છેલ્લા કેટલાક સમયથી સેનાએ આતંકીઓ સામે લાલ આંખ કરી છે. સેનાએ આતંકીઓનો સફાયો કરવાનું મોટું અભિયાન હાથ ધર્યુ છે. જેના કારણે આતંકીઓમાં પણ ફફડાટ ફેલાયો. લોકડાઉન દરમિયાન સેનાએ વિવિધ ઓપરેશન હાથ ધરીને એતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ગયા એક મહિનાની અંદર સેનાએ 32 આતંકીએ ખાત્મો કર્યો છે. જે કે આમાંથી બે કે ત્રણ ઓપરેશન દરમિયાને સેનાએ પણ પોતાના જવાનો ગુમાવવાનો વારો આવ્યો છે. આમ છતા સેના આતંકીઓના તમામ પેંતરા નિષ્ફળ કરવામાં સફળ રહી છે. થોડા દિવસો પહેલા હંદવાડામાં મેજર, કર્નલ સહિતના સૈનિકો શહિદ થયા બાદ સેનાએ આ અભિયાનને વધારે ઝડપી અને આક્રમક બનાવી દીધું છે.

એલઓસી તેમજ સરહદ પર સેનાની સઘન સુરક્ષાના કારણે આતંકીઓ ભારતમાં ઘૂસપેઠ કરી શકતા નથી. તો બીજી તરફ ભારતમાંથી આતંકીઓના કેમ્પમાં નવી ભરતી સતત ઘટી રહી છે. છેલ્લા છ મહિનાથી આતંકી સંગઠનોના તમામ ધમપછાડા છતા ભારતમાંથી માત્ર 40 જેટલા લોકો આતંકી સંગઠન સાથે જોડાયા છે. તેમાંથી પણ કેટલાકને તો સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે, તો બાકીનામાંથી ઘણાની પોલીસે ધરપકડ કરી છે.

આ વર્ષની વાત કરીએ તો જાન્યુઆરીથી લઇને અત્યાર સુધીમાં સેનાએ 55 આતંકીઓને ફૂંકી માર્યા છે. માત્ર છેલ્લા 24 કલાકની અંદર જ કાશ્મૂરમાં બે અલગ અલગ જગ્યાએ થયેલા સૈન્ય ઓપરેશનમાં છ આતંકીઓનો ખાત્મો કરાયો છે. આ પહેલા હંદવાડામાં થયેલી અથડામણમાં પણ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારયા હતા. જમ્મુ કાશ્મીરના ડીજીપીના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયે કાશ્મીરમાં 250 જેટલા આતંકીઓ સક્રિય છે. જેમાંથી ઘણાને સેના મારી ચુકી છે. પરંતુ હજુ પણ 200 જેટલા આતંકીઓ સેના માટે પડકાર બન્યા છે.

સેના વર્તમાન પ્રયત્ન કરે છે કે રિયાજ નાયકૂ જેવા આતંકીઓને સ્થાનિક સ્તર પર મારવામાં ના આવે. કારણ કે આવા આતંકીઓના તેમના વતનમાં મોત બાદ સેનાને જ નુકસાન જાય છે. બુરહાન વાનીની જેમ તેમને મહાન બતાવીને યુવાનોને ઉશ્કેરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.