આત્મનિર્ભર ગુજરાત માટે રાજ્ય સરકારે 14 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

રાજ્યમાં કોરોનાના લીધે અર્થતંત્રને ઘણી અસર પહોંચી છે. નાના-મોટા ઉદ્યોગો, વેપારીઓ, સામાન્ય લોકોને લોકડાઉનના કારણે અલગ-અલગ રીતે કંઈકને કંઈક નાનું મોટું નુંકસાન પહોંચ્યું છે ત્યારે અર્થતંત્રને પુન: ધબકતું કરવા અને જનજીવન, ધંધા રોજગારને ફરીથી પાટે ચડાવવા રાજ્ય સરકારે 14 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે.

હસમુખ અઢિયાના કમિટિની ભલામણ કરી હતી. કમિટિના રિપોર્ટના આધારે રાજ્યના મંત્રીઓ, સિનિયર સચિવો, આગેવાનો, પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ કરી આ પેકેજ જાહેર કર્યું છે.

રાહત પેકેજમાં કરેલી મુખ્ય જાહેરાતો

  • માસિક 200 યુનિટ કરતા ઓછા રહેણાંક બીલમાં 100 યુનિટનું વીજ બીલ માફ, 92 લાખ ગ્રાહકોને લાભ મળશે
  • 33 લાખ કોમર્શિયલ ગ્રાહકો અને ઉદ્યોગો માટે એલટી વીજ કનેશનના બે મહીનાનો ફિક્સ ચાર્જ માફ થશે
  • વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની રાહત, પ્રોપર્ટી ટેક્સ 31મી જુલાઈ સુધી ભરનારાને 10% રિબેટ મળશે
  • ખાનગી બસ, ટ્રક, ટ્રાવેલ્સ માટે છ મહિનાનો રોડ ટેકસ માફ, 63 હજાર વાહનોનો ટેકસ નહિ વસૂલાય
  • ટેકસટાઈલ સેકટરને 450 કરોડની સહાય
  • આદિવાસી શ્રમિકોને ઘર બનાવવા માટે 35 હજાર રૂપિયાની સબસીડી
  • ઉદ્યોગોને નાણાંભીડ ન રહે તે માટે GST રિફંડ તાત્કાલિક ચૂકવવામાં આવશે
  • ખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય
  • ખેતરોમાં ખેડૂતો નાનામાં નાના ગોડાઉન બનાવે માટે 35 હજાર રૂપિયાની સરકારે સહાય જાહેર કરી છે. આ માટે 350 કરોડનું પેકેજ જાહેર કરાયું છે. ખેડૂતોને નુક્સાન ન જાય માટે ગોડાઉનની સ્કીમ

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.