એક અભ્યાસમાં જણાયું છે,આથી ભારતમાં રસીકરણ અભિયાન તેના નવા તબક્કામાં પ્રવેશ્યું છે, તેવા જ સમયે સર્જાઇ છે ચિંતા

ભારતમાં જેમને કોવિડ-૧૯ થઇ ચુક્યો હોય તેવા સાડા ચાર ટકા જેટલા લોકોને ફરીથી ચેપ લાગ્યો છે એવું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના એક અભ્યાસમાં જણાયું છે.

આઇસીએમઆર દ્વારા ૧૩૦૦ વ્યક્તિઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો, જે અભ્યાસ એપિડેમિઓલોજી એન્ડ ઇન્ફેકશન જર્નલમાં પ્રગટ થયો છે અને તેમાં રિઇન્ફેકશનની રોગચાળાની દષ્ટિએ સમજ અને ભારતમાં તેના વ્યાપ અંગેનો ખયાલ મેળવવાનો હેતુ હતો.

આ અભ્યસાના તારણો ચિંતાજનક છે કારણ કે તેમાં જે ડેટા છે તે ફક્ત આઠ મહિના – ૨૨ જાન્યુઆરીથી ૭ ઓકટોબર ૨૦૨૦ સુધીના છે. અને ફરી ચેપ લાગવાનું પ્રમાણ હાલના માહોલમાં, કે જ્યારે નવા કેસો વધી રહ્યા છે ત્યારે આના કરતા પણ વધુ ઉંચુ હોઇ શકે છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.