આવક કરતા વધારે સંપત્તિના મામલે ડેપ્યૂટી સીએમનાં કાકાનાં ફાર્મ હાઉસ પર EDનાં દરોડા

ઇન્ડિયન નેશનલ લોકદળ નેતા અભય ચૌટાલાની આવક કરતા સંપત્તિ વધારે હોવાના મામલે મુશ્કેલી વધી રહી છે. અભય ચૌટાલાનાં સિરસા સ્થિત તેજાખેડા ફાર્મ હાઉસ પર ઇડીએ દરોડા પાડ્યા છે. સીઆરપીએફની સાથે ઈડીની ટીમ સવારે 10 વાગ્યે પહોંચી. દસ્તાવેજો ખંગાળવામાં આવી રહ્યા છે. અભય ચૌટાલા હરિયાણાનાં ડેપ્યૂટી સીએમ દુષ્યંત ચૌટાલાનાં કાકા છે. જ્યારે પાર્ટીમાં વર્ચસ્વનાં કારણે બંને અલગ થયા હતા, ત્યારબાદ જ દુષ્યંતે પોતાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (જેજેપી) બનાવી હતી, જ્યારે ઇનેલોની કમાન ઓમ પ્રકાશ ચૌટાલાનાં હાથોમાં હતી અને અભય ચૌટાલા તેમની સાથે છે.

ઉલ્લેખનીય છે કે અભય ચૌટાલા પર આવક કરતા વધારે સંપત્તિનો કેસ છેલ્લા 13 વર્ષથી ચાલી રહ્યો છે. આ જ વર્ષે મેનાં મહિનામાં આવક કરતા વધારે સંપત્તિ મામલે ચૌટાલા પરિવારની સંપત્તિની તપાસ કરી રહેલી ઈડીએ પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનાં દીકરા અજય તેમજ અભયની સંપત્તિનું વિવરણ માંગ્યું હતુ. મહેસૂલ વિભાગથી ડબવાલી અને સિરસા બ્લૉકમાં તેમની પાર્ટીનું તાત્કાલિક વિવરણ આપવા કહ્યું હતુ.

ઈડી તરફથી જાહેર પત્રમાં ડબવાલીની સાત પ્રોપર્ટ અને સિરસાની 6 પ્રોપર્ટીની ડેટેઇલ માંગવામાં આવી હતી. પત્રમાં નિર્દેશ આપવામાં આવ્યા હતા કે આ સંપત્તિમાં કોઈ બદલાવનો પ્રયત્ન હોય તો તેની સૂચના તાત્કાલિક નામાંકિત કરવામાં આવેલા અધિકારીને જિલ્લા પ્રશાસનને આપે. જો કે પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાની કુલ 6 સપંત્તિઓ જબ્ત કરવામાં આવી ચુકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.