આવી છે પાકની કોરોના સામે લડાઈ, તંબુઓમાં બનાવ્યા છે આઈસોલેશન કેમ્પ

ભારત સામે પરમાણુ યુધ્ધ લડવાની શેખી મારતા રહેતા પાકિસ્તાનની કોરોના સામે યુધ્ધ લડવાની તૈયારીઓની પોલ દુનિયા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે.

પાકિસ્તાન ઈરાન બોર્ડર પર પાકિસ્તાને કોરોનાના દર્દીઓ માટે તંબુ ઉભા કરીને આઈસોલોશન સેન્ટર બનાવ્યા છે. જેમાં રાખવામાં આવેલા દર્દીઓની જાનવર કરતા ખરાબ હાલત છે. માણસો સાથે આ સેન્ટરોમાં સુવિધાઓના નામે મજાક થઈ રહી છે.

આ કેમ્પમાં ઈરાનથી પાકિસ્તાનમાં આવનારા લોકોને મોકલવામાં આવે છે. અહીંયા બે હપ્તા રહેનારા લોકોનુ કહેવુ છે કે, સેનેટાઈઝેશન તો દુરની વાત છે  પણ ટોયલેટની સુવિધાના ઠેકાણા નથી,ચાદરની સુવિધા માટે પણ લોકો તરસી રહ્યા છે. અમે આટલી ગંદી જગ્યા ક્યાંય જોઈ નથી.

ગંદા મેલા ટેન્ટ જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે, અદંર કેવી સ્થિતિ હશે. જો આ કેમ્પમાં કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ દેખાય તો તેની તપાસ માટે કે સારવાર માટે પણ કોઈ સુવિધા નથી. ડોક્ટરો અને નર્સોની પણ અછત છે.

કેટલાક ડોક્ટરોએ નામ નહી આપવાની શરતે કહ્યુ હતુ કે, પહેલા 20 દિવસમાં જ કેમ્પમાં કેટલાક લોકોમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા પણ આગલા ત્રણ સપ્તાહ સુધી કેમ્પમાં કોઈ જાતની સુવિધા નહી હોવાથી આ તમામ લોકોની નાછુટકે ઉપેક્ષા કરવી પડી હતી. આ દરમિયાન કેમ્પમાં ડાયાબિટિસ અને હિપેટાઈટિસની બીમારી વાળા દર્દીઓ પણ જોવા મળ્યા હતા.

બલુચિસ્તાન પ્રાંતની ઈરાન સાથે જોડાયેલી બોર્ડર 600 માઈલની છે. પાકના ઘણા લોકો ધાર્મિક યાત્રાએ ઈરાન જાય છે.આ બોર્ડર બંને દેશો વચ્ચેના વેપારનો પણ માર્ગ છે.

આ બોર્ડર પરથી ઈરાનમાં કોરોનોના ચેપ લાગ્યો હોય તેવા સેંકડો લોકો દાખલ થઈ ચુક્યા છે. સાઉથ એશિયામાં કોરોના વાયરસ પિડિતોની સૌથી વધુ સંખ્યા પાકિસ્તાનમા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.