કોરોના વાયરસને નાથવા માટે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ રાઉન્ડ ધ ક્લોક રિપોર્ટ લે છે. યોગ્ય સમયે બેઠક યોજીને કોરોનાને કાબુમાં લેવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. એવામાં અધિકારીઓની બેદરકારી ફરી એક વખત છતી થઈ છે. જ્યારે સચીવ મિટિંગ લઈ રહ્યા હતા ત્યારે એક અધિકારી પોતાના ટેબલેટ પર ગેમ રમી રહ્યા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં મુખ્ય સચિવ એસ. પી. ગોયલ અને મુખ્યમંત્રીની બેઠક ચાલી રહી હતી ત્યારે એક અધિકારી ગેમ રમી રહ્યા હતા.
આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પોતાની ટીમ 11 સાથે દરરોજ એક બેઠક યોજે છે. જેમાં કોરોના વાયરસ સામેના યુદ્ધ અંગેની સમિક્ષા કરવામાં આવે છે. આ ઉપરાંત હવે શું કરવાનું છે એ અંગે પણ નિર્ણય લેવામાં આવે છે. જુદા જુદા પાસા પર લેવાતા પગલા અંગે પણ પ્લાનિંગ કરવામાં આવે છે. જેથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય. આવા માહોલમાં અધિકારીનો ગેમ રમતો ફોટો સામે આવે એટલે તે ચિંતા કરાવે એવી બાબત છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાંથી કુલ 51 લોકોના મૃત્યુ કોરોના વાયરસને કારણે થયા છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ અમિત મોહનપ્રસાદે સોમવારે કહ્યું હતું કે, આ મહામારીને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા 2120 સુધી પહોંચી ગઈ છે.
જુદી જુદી કોરોના વાયરસની હોસ્પિટલમાં 47,000થી વધારે દર્દીઓની સારવાર ચાલુ છે. જેમાંથી 19,635 લોકો હોમ ક્વોરેન્ટાઈન થયા છે. કુલ 32774 લોકો હોમ ક્વોરેન્ટાઈન થયા છે. જ્યારે 13139 લોકો સારવાર લઈને સ્વસ્થ થયા છે. કોરોના વાયરસ લક્ષી કુલ 91020 જેટલા નમૂનાઓ રવિવારે લેવામાં આવ્યા હતા. આ ફોટો સામે આવતા લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના પ્રશ્ન કરી રહ્યા છે. આવી સ્થિતિ રહી તો કેવી રીતે કોરોના પર અંકુશ મેળવી શકાશે? ગેમ્સની લત માત્ર બાળકો કે યુવાનોમાં જ નહીં પણ મોટેરાઓમાં પણ ઘર કરી ગઈ છે એવું આ તસવીર પરથી કહી શકાય. કોરોનાના વધતા જતા કેસને રોકવા માટે અનેક પાસાઓ પર એક સાથે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં તહેવાર શરૂ થવાના છે ત્યારે તંત્રની ચિંતામાં એકાએક વધારે થઈ રહ્યો છે. એવામાં આવી તસવીર સામે આવે ત્યારે અધિકારીઓની સજ્જતા સામે મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.