ટોફૂ એટલે કે સોયા પનીરના બિઝનેસમાં થોડી મહેનત અને સમજણથી તમે પોતાને એક બ્રાન્ડ તરીકે પણ સ્થાપિત કરી શકો છો.
ટોફૂના બિઝનેસને શરૂ કરવા માટે 3થી 4 લાખ રૂપિયાનો ખર્ચો આવશે. જેમાં મશીન અને રો મટિરિયલ સામેલ છે. આશરે 2થી 3 લાખ રૂપિયાનું બોયલર, જાર, સેપરેટર, નાનું ફ્રીઝર ખરીદવું પડશે. જે બાદ 1 લાખ રૂપિયામાં સોયાબીન ખરીદવું પડશે, જેમાંથી ટોફૂ બનાવી શકાય છે.
આમા ફરક માત્ર એટલો જ છે કે આમાં પહેલાં આપને દૂધ બનાવવાનું હોય છે. તે પહેલાં સોયાબીનને પીસીને 1:7 નાં ભાગે આપે પાણી સાથે ફેટીને ઉકાળવાનું હોય છે. બોયલર અને ગ્રાઇંડરમાં એક કલાકની પ્રક્રિયામાં આશરે 4થી 5 લીટ દૂધ મેળવવાનું છે. જે બાદ આપ દૂધને સેપરેટરમાં ઉમેરી શકો છે. તેનાંથી દૂધ દહી જેવું ઘટ્ટ થઇ જાય છે.
તમને 1 કિલો સોયાબીનની સંપૂર્ણ પ્રક્રિયા બાદ આશરે 2.5 કિલો પનીર મળે છે. જે આ રીતે જો તમેએક દિવસમાં 10 કિલો ટોફૂ બનાવો છો તો તેનો બજાર ભાવ 3-4 હજાર થાય છે. એવામાં જો લેબર, વીજળી વગેરે ખર્ચ કાઢો તો 50 ટકા ગણી શકો છો, જે મુજબ તમને 40 હજાર રૂપિયા નેટ બચત થાય છે.
આ માટે તમારે તમારા પ્રોજેક્ટને જિલ્લા ઉદ્યોગ કાર્યાલયમાં રજૂ કરવાનો રહેશે અને બાદમાં નફા અને ખર્ચનું આંકલન કરીને તમને સબસિડીવાળી લોન મળશે. તે માટે સમય સમય પર કેન્દ્ર અને રાજ્ય સરકારનાં SME પ્રોજેક્ટ્સ માટે વગર વ્યાજ કે ઓછાં વ્યાજની લોન પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.