આવનારા દિવસોમાં મોબાઇલ ફોન થશે મોંઘા, સરકારે ડિસ્પ્લેની આયાત ઉપર 10 ટકા ટેક્સ લગાવ્યો

આવનારા દિવસોમાં મોબાઇલ ફોન મોંઘા થવાની શક્યતા છે, કારણ કે કેન્દ્ર સરકારે ડિસ્પ્લેની આયાત ઉપર 10 ટકા ટેક્સ લગાવ્યો છે. ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોશિએશન (આઇસીઇએ) દ્વારા આ માહિતિ આપવામાં આવી છે. આઇસીઇએ દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારના આ નિર્ણયના કારણે મોબાઇલ ફોનના ભઆવમાં ત્રણ ટકાનો વધારો થઇ શકે છે.

આઇસીઇએના રાષ્ટ્રીય સંવાદદાતા પંકજ મહેંદુએ જણાવ્યું કે સરકારના આ નિર્ણયના કારણે મોબાઇલ ફોનની કિંમતોની અંદર દોઢથી ત્રણ ટકાનો વધારો થાય તેવી શક્યતા છે. તેમણે આગળ કહ્યું કે કોરોના મહારામરી અને એનજીટીના પ્રતિબંધના કારણે દેશમાં ડિસ્પ્લે એસેમ્બલીનું પુરતું ઉત્પાદન થયું નથી. આપણે મોબોઇલ ફોનના સ્વદેશી મેન્યુફેક્ચર માટે પ્રતિબદ્ધ છીએ. જો કે હવે આપણું લક્ષ્ય વૈશ્વિક બજારમાં મોટી ભાગીદારી કરવાનું છે.

ડિસ્પ્લે એસેમ્બલી અને ટચ પેનલ પર આ ટેક્સ પહેલી ઓક્ટોબરથી લાગુ કરવાનો પ્રસ્તાવ હતો. ઉલ્લેખનીય છે કે આઇસીઇએના સભ્યોમાં એપલ, હુઆઇવે, શિયોમી, વીવો અને વિસ્ટ્રોંન જેવી કંપનીઓ સામેલ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.