આવો છે સરકારનો પ્લાન,કેન્દ્ર સરકાર આ નવી વ્યવસ્થાને લઈને કરી રહી છે વિચાર…..

જે લોકોએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓએ ડોમેસ્ટિક ટ્રાવેલ માટે RT-PCR રિપોર્ટની જરૂર રહેશે નહીં. કેન્દ્ર સરકાર આ નવી વ્યવસ્થાને લઈને વિચાર કરી રહી છે. મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂકેલા પેસેન્જરને વિના RT-PCR રિપોર્ટ યાત્રાની મંજૂકી આપી શકાય છે. આ માટે અંતિમ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણય અનેક મંત્રાલયો અને હિતેચ્છુ ટીમ મળીને લેશે.

હાલમાં ડોમેસ્ટિક પેસેન્જરને કેટલાક ખાસ રાજ્યોમાં મુસાફરી કરતા પહેલા નેગેટિવ RT-PCR રિપોર્ટ બતાવવાનો જરૂરી રહેશે

રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા યાત્રીઓને નેગેટિવ RT-PCR રિપોર્ટ આપવા માટે કહેવું એ તેમની પર નિર્ભર કરે છે.

વિદેશ મુસાફરી કરનારા યાત્રીઓને માટે વેક્સિન પાસપોર્ટના કોન્સેપ્ટ પર પણ વિચાર કરાઈ રહ્યો છે. ભારત તેનો વિરોધ કરી ચૂક્યું છે અને સાથે તેને ભેદભાવ વાળું ગણાવ્યું છે. વિકસિત દેશોના સંગઠન જી-7ની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત તેના પક્ષમાં નથી. વિકસિત દેશની સરખામણીએ વિકાસશીલ દેશમાં વેક્સિન અનેક લોકો સુધી પહોંચી નથી. વિકસિત દેશનું કહેવું છે કે જે લોકો વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા છે તેઓ વાયરસથી એક રીતે સુરક્ષિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.