ભારત સરકારે દેશમાં, રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી, આવશ્યક દવા રેમડેસિવિરની,આયાત કરવાનું કર્યું છે શરૂ

ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ કર્યું છે.

આગામી એકથી બે દિવસમાં જિલીડ સાયન્સિસ ઇન્ક. યુએસએ 75,000થી 1,00,000 ઇન્જેક્શન રવાના કરશે એવી અપેક્ષા છે. ઉપરાંત 100000 ઇન્જેક્શન 15 મે સુધી કે એ અગાઉ પૂરાં પાડવામાં આવશે.

ઇવા ફાર્મા અંદાજે 10,000 ઇન્જેક્શનનો પુરવઠો પૂરો પાડશે, જેમાં શરૂઆતમાં દર 15 દિવસે કે જુલાઈ સુધીમાં 50,000 વાયલ પ્રદાન કરશે.

સરકારે દેશમાં રેમડેસિવિરની ઉત્પાદન ક્ષમતા વધારી છે. 27.04.21 સુધી લાઇસન્સ ધરાવતી સાત સ્થાનિક કંપનીઓએ ઉત્પાદન ક્ષમતા દર મહિને 38 લાખથી વધારીને દર મહિને 1.03 કરોડ કરી છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.