મોદીએ કહ્યું હતું કે આગામી પંદર દિવસ કોરોના વાઇરસ સામે ભારતની લડાઈ માટે મહત્ત્વપૂર્ણ છે.
વડા પ્રધાને દેશવાસીઓને બિનજરૂરી રીતે ખરીદી ન કરવા અપીલ કરી હતી અને દેશમાં જરૂરી ચીજવસ્તુઓ, દવાનો પુરવઠો હોવાની ખાતરી ઉચ્ચારી હતી.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ કોરોના વાઇરસને પગલે વિશ્વના 166 દેશમાં 8648 લોકોનાં મૃત્યુ થયાં છે.
શું છે જનતા કર્ફ્યુ?
પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું, “રવિવારે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી લોકો જનતા કર્ફ્યુનું પાલન કરે.”
આગામી 15 દિવસ દરમિયાન નાગરિકો સ્વયંભૂ રીતે જ બહાર ન નીકળે, જે કોઈ કામ ઘરેબેઠાં થઈ શકતા હોય, તે ઘરે બેસીને પતાવે.
મોદીએ જનતા કર્ફ્યુને દેશવાસીઓના સંકલ્પ તથા સંયમનું પ્રતીક ગણાવ્યું હતું અને આગામી અમુક સપ્તાહ માટે જનતાનો સહયોગ માગ્યો હતો.
હાલ સુધી કોરોના વાઇરસની રસી શોધાઈ નથી અને માત્ર તેનાં પરીક્ષણ ચાલી રહ્યાં છે. એટલે ‘તૈયારી એજ બચાવ’ છે.
વિશ્વના અનેક દેશોમાં પ્રાથમિક કેસ નોંધાયા તેના ત્રીજા તબક્કામાં અચાનક જ ભયાનક ઉછાળો જોવા મળ્યો હતો. જેના માટે સામાજિક મેળવડા તથા બેકાળજી જવાબદાર હતા.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કોરોના વાઇસને ફેલાતો અટકાવવા એકબીજાથી સીધો સંપર્ક ટાળવા, એક મિટર જેટલું અંતર જાળવવા, હસ્તધૂનન નહીં કરવા અપીલ કરી છે.
આ સિવાય અનેક દેશોએ જરૂરી ન હોય તેવી મુસાફરી ટાળવા અને બહારથી આવતા મુસાફરો ઉપર નિયંત્રણ લાદ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.