વિજયા દશમી ને દશેરાનો દિવસ પણ ગણેલો છે.સામાન્ય લોકોને માટે પણ વિજ્યાદશમી નો દિવસ પ્રિય દિવસ રહ્યો છે. રત્નકોશમાં ઉલ્લેખ છેકે દશેરાના દિવસે સૂર્યાસ્ત પછી આકાશે નક્ષત્રો દેખાઈ ત્યારે વિજયકાળ શરૂ થાય છે આ કાળમાં બધું શુભ હોય છે.આજે પણ ઉ્દઘાટન કે નવી શરૂઆત દશેરાએ લોકો કરે છે. આવા શુભ દિવસે રાજાઓ વિજય પ્રસ્થાન કરતા અને પોતાના રાજ્યની સીમા ઓળંગી રાજ્યની સીમાનો વિસ્તાર કરતાં શ્રીરામચંદ્રજીએ રાવણને હરાવવા આ જ દિવસ નક્કી કર્યો હતો. શિવાજીએ પણ ઔરંગઝેબ પર યુધ્ધ માટે આ જ દિવસ પસંદ કરેલો વિજય પ્રસ્થાન માટે દશેરો જ કેમ એવો પ્રશ્ર્ન જરૂર થાય આ સમયે વર્ષાઋતુ પુરી થઈ હોઈ તેથી સર્વત્ર પ્રસન્નતા વ્યાપી હોય તથા વિજય આપે તેવુ મુર્હુત જો સામે આવી ઊભું હોય તો પછી વિજય પ્રસ્થાન આજ દિવસે થાઈ ને ? દશેરાએ શાસ્ત્ર પૂજન પણ હજી આજે પણ થતું હોય છે જો રાષ્ટ્રને સ્વસ્થ રાખવું હોય તો શત્રુનો વિનાશ કરવો જ પડે. તેથી આ દિવસ વિજ્યા દસમીનો પ્રસ્થાનનો દિવસ બની ગયો.
પ્રત્યેક વ્યકિત માં રામ પણ અને રાવણ પણ છે. રાવણને પરાસ્ત કરવોએ રામે કરી બતાવ્યું તેજ રીતે પોતાના દુર્ગુણોનુ કાળજીથી નિરીક્ષણ કરી તેને પરાસ્ત કરવાનો સામાન્ય માણસ માટે સંકલ્પનો દિવસ એટલેજ દશેરો આજે ઘણે સ્થળે રાવણના પુતળાનું દહન નો કાર્યક્રમ થતો હોય છે. રાષ્ટ્રની નિર્બળતા પર પણ આ દિવસે ચિંતન કરી તેને દુર કરવાનો સામુહિક સંકલ્પ પણ આજે થઈ શકે છે.મહિર્ષી રાક્ષસને માતાજીએ આ દિવસે માર્યો હતો. વ્યકિત માટેતો દશેરાનો દિવસ તામસિક બળ સાત્વિક બળ ના વિજયનો દિવસ પણ બની શકે છે. ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છેકે આ દિવસે શમી પૂજન કરવું લોકો સાયંકાળે શમીપૂજન કરી આપટાના પાંડદા એકબીજાને વેહેંચે છે. કાલિદાસે રધુવંશમાં વર્ણન કર્યુ છે કે રધુરાજા પાસે ઋષિ ધન માંગે છે. ઈન્દ્રે શમી વુક્ષ પર ધનવર્ષા કરી અને ઋષિને ધન આપ્યુ બીજું ધન લોકોમાં વહેંચી દીધું. તેથીજ આપટાના પાનની આપલે દ્વારા ખાવાનો ભાવ રહેલો છે. ગોપક્ષ બ્રાહ્મણમાં તો કહ્યુ છેકે માલિકોએ પોતાના નોકરોને સારાં વસ્ત્રો આભુષણો આપવા દશેરાની સમજ સ્થિર થાઈતો પ્રજા આયુ, આરોગ્ય અને એશ્ર્વર્ય પામે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.