આવતીકાલે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સથી ચર્ચા કરી ત્યારબાદ લેશે લોકડાઉન અંગે અંતિમ નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના રાષ્ટ્રીય લૉકડાઉનને લંબાવવાની જાહેરાત કરી શકે છે. દેશમાં હાલમાં 21 દિવસનું રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન શરૂ છે ત્યારે આ લૉકડાઉન લંબાય તેવી વકી છે.જોકે, શનિવારે સાંજે વડાપ્રધાન મોદી દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા ચર્ચા કરશે અને ત્યારબાદ નિર્ણય લઈ શકે છે. અગાઉની વીડિયો કૉન્ફરન્સમાં વડાપ્રધાન મોદીને પંજાબ, ઓરિસ્સાના મુખ્યમંત્રીએ લૉકડાઉન લંબાવાની હિમાયત કરી હતી. મોટા ભાગના મુખ્યમંત્રીઓનો મત એવો છે કે લૉકડાઉન લંબાવવામાં આવે.

જોકે, જાણકારો કહે છે કે લૉકડાઉન લંબાશે તો અમુક સેક્ટરમાં છૂટછાટ આપવામાં આવશે પરંતુ આંતરરાજ્ય પરિવહન બંધ રહેવાનની પૂરેપુરી શક્યતા છે. તદઉપરાંત પ્રત્યેક રાજ્યોમાં વધુ કડકાઈ સાથે અમલ કરાવવામાં આવશે.

દેશમાં ઓરિસ્સા રાજ્યએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે આ રાષ્ટ્રીય લૉકડાઉનને તેઓ 30મી એપ્રિલ સુધી લંબાવશે. આ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે પણ લૉકડાઉન લંબાવવાની વકીલાત કરી હતી. પંજાબમાં સંભવત: રાષ્ટ્રીય લૉકડાઉન લંબાશે ત્યારે વડાપ્રધાન આ દિશામાં શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.