દેશ-વિદેશમાં લલિત હોટલનું સંચાલન કરનાર ભારત હોટલ્સ સમૂહ પર ઇનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા જેમા વિદેશોમાં એક હજાર કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ અને કાળા ધનની જાણકારી મળી છે. ધ લલિત હોટેલ ગ્રૂપ પર શુક્રવારે આઇટી દરોડો પાડવામાં આવ્યો હતો. જૂથના દિલ્હી એનસીઆર સ્થિત 13 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. વિદેશી સંપત્તિમાં બ્રિટનમાં એક હોટેલ, બ્રિટન અને યુએઇમાં સ્થાવર મિલ્કત, વિદેશી બેન્કોમાં જમા રકમ વગેરે સામેલ છે. તપાસમાં ઘરેલુ સ્તરે 55 કરોડ રૂપિયાના કર ચોરી પણ પકડાઇ છે. ઉપરાંત ગ્રૂપ દ્વ્રારા મોટાપાયે કાળુનાણુ ભેગુ કરવાની પણ જાણ થઇ છે.
લલિત ગ્રૂપ હોટેલે દેશમાં 1990ના દાયકામાં ટ્રસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. અન્ય સંપત્તિમાં તમિલનાડુમાં શૈક્ષણિક સંસ્થાન ચલાવતા એક અન્ય જૂથના 64 ઠેકાણે દરોડામાં 535 કરોડ રૂપિયાની બિનહિસાબી આવકનો જૂથે સ્વીકાર કર્યો છે.
તપાસમાં જાણકારી મળી છે કે, જૂથે ટેક્સ હેવન દેશોમાં ટ્રસ્ટ બનાવીને મોટી માત્રામાં કાળું ધન સંતાડ્યું. જૂથે 1000 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ વિદેશોમાં રોકાણ કરી. પરંતુ આવકવેરા રીટર્નમાં આ વિશે માહિતી આપવામાં આવી ન હતી. આ જૂથ લલિત હોટલના નામે ડઝનથી વધુ લક્ઝરી હોટલો ધરાવે છે. જ્યોત્સના 1989 માં ભારત હોટલ્સ જૂથમાં જોડાયા હતા અને 2006 માં પતિ અને જાણીતા હોટલિયર લલિત સુરીના મૃત્યુ બાદ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.