આયુષ્યમાન ભારતમાં 111 હોસ્પિટલોનો ભ્રષ્ટાચાર : મહારાષ્ટ્રની સૌથી વધુ 59

આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આયોગ્ય યોજનાનું એક વર્ષ થયું હોવાથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક કાર્યક્રમમાં યોજના અંગે માહિતી આપી હતી. એ દરમિયાન તેમણે કહ્યુંહતું કે 111 હોસ્પિટલોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાથી એ તમામ હોસ્પિટલોના નામ ‘નેમ એન્ડ શેમ’ ટેગથી વેબસાઈટમાં મૂકાયા છે.

સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આયુષ્યમાન ભારતની યોજનાને એક વર્ષ થયું હોવાથી યોજના અંગે વિવિધ આંકડા જારી કર્યા હતા. આ યોજના હેઠળ એક વર્ષમાં 47 લાખ લોકોની વિનામૂલ્યે સારવાર થઈ હતી. તેની પાછળ 7500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 18073 હોસ્પિટલોએ આ યોજના અંતર્ગત દર્દીઓની સારવાર કરી હતી.

આટલી હોસ્પિટલોમાંથી 111 હોસ્પિટલોએ યોજનામાં ગરબડો કરી હોવાનું પણ ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું. ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમના ભાગરૂપે સરકારે આ હોસ્પિટલોના નામ વેબસાઈટ ઉપર મૂક્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું. નેમ એન્ડ શેમ એવા વિભાગથી આયુષ્યમાન ભારતની સત્તાવાર વેબસાઈટ ઉપર આ હોસ્પિટલોના નામ જાહેર થયા છે. 

ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે આવી પ્રવૃત્તિ બંધ થાય તે માટે હવે દર વર્ષે સરકાર આવી માહિતી વેબસાઈટમાં મૂકશે.  તેનાથી હોસ્પિટલો વધુ બહેતર સુવિધા આપશે. તેમણે એવો ય સંકેત આપ્યો હતો કે જે હોસ્પિટલોની સર્વિસ સૌથી સારી રહી હતી અને જેમણે દર્દીઓને સૌથી સારી સુવિધા આપી હતી, એવી હોસ્પિટલોના નામ પણ સરકાર જાહેર કરવાનું વિચારી રહી છે. નેમ એન્ડ ફેમ એવા ટેગથી આવી હોસ્પિટલોના નામ પણ વેબસાઈટમાં ટૂંક સમયમાં મૂકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.