આંબાના બગીચા ધરાવતા ખેડૂતોની વેદાના, કેરીના પાકે મુશ્કેલી વધારી

બેવડી ઋતુનો માર આંબાના બગીચાને પડ્યો છે. આંબામાં ફ્લાવરિંગ મોડું આવ્યું છે. તેમજ ફ્લાવરિંગ ખરી ગયું છે. ખાંભાનાં ખેડૂત દર વર્ષે આ સમયે આંબાનો ઇજારો આપી દે છે. પરંતુ હજુ આંબામાં હાલ ફ્લાવરિંગ આવ્યું નથી. જેના કારણે ઇજારા દેવાયા નથી.

અમરેલી: સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં આંબાના બગીચા આવેલા છે. કેરીનું સારું ઉત્પાદન થાય છે. પરંતુ ચાલુ વર્ષે વાતાવરણના સતત પરિવર્તનના કારણે ખેડૂતોનો મુશ્કેલીમાં મુકાયા છે. શરૂઆતમાં ફ્લાવરિંગ સારું હતું. પરંતુ બેવડી ઋતુ અને માવઠાની અસર વર્તાઇ છે. ફ્લાવરિંગ ખરી ગયું છે. તેમજ બાદ ઓછુ ફ્લાવરિંગ આવ્યું છે. સામાન્ય રીતે આ સમયે બગીચાનાં ઇજારા આપવાનું શરૂ થઇ જતું હોય છે. પરંતુ હજુ સુધી ઇજારા દેવામાં આવ્યાં નથી.

ખાંભાના ભાડ ગામના ખેડૂત લલ્લુભાઇ રત્નાભાઈ અકબરીનો 6 વિઘામાં આંબાનો બગીચો છે. દર વર્ષે ખેડૂતો આંબામાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પરંતુ ચાલુ વર્ષે આંબામાં ફ્લાવરિંગ મોડું આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે હજુ સુધી ઇજારા આપ્યો નથી અને ફ્લાવરિંગ મોડું આવવાના કારણે કેરીના ભાવમાં પણ ચાલુ વર્ષે ખુબ જ વધારો થાય તેવી શક્યતાઓ છે.

અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી વાવેતર કરે છે અને બાગાયતી પાકોનું લાખો રૂપિયામાં ઉત્પાદન મેળવે છે. ખાંભા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બાગાયતી આંબાના બગીચા ધરાવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ભાડ ગામના ખેડૂત લલ્લુભાઈ રત્નાભાઈ અકબરી આબામાં ફ્લાવરિંગ ખરી જતા મુશ્કેલમાં મુકાયા છે.

ખાંભા, સાવરકુંડલા, ધારીના ગ્રામીણ વિસ્તારમાં હાલ ઝાકળ પડવાને કારણે આબાનો ફ્લાવરિંગ ખરી પડી રહ્યું છે. સૌપ્રથમ વાર ખેડૂતોને ફ્લાવરિંગ સારું આવતાં ખુશી હતી. પરંતુ ઝાકળ અને બેવડી ઋતુ થવાના કારણે ફ્લાવરિંગ ખરી રહ્યું છે અને અનેક આંબાની અંદર હજુ પણ ફ્લાવરિંગ આવ્યું નથી. જેથી ચાલુ વર્ષે કેરીનીમાં ઉત્પાદન ઘટવાની શક્યતાઓ રહેલી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.