અભિનેતા સની દેઓલ કોરોના પોઝિટિવ, મનાલીમાં રજાની મોજ માણી રહ્યા હતા

– ભાજપના સાંસદ પણ છે

ભાજપના સંસદસભ્ય અને અભિનેતા સની દેઓલને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ મળ્યા હતા. હાલ સની મનાલીમાં વેકેશન માણી રહ્યા હતા.

બોલિવૂડના સિનિયર અભિનેતા અને ભાજપના સાંસદ ધર્મેન્દ્રના મોટા પુત્ર સની પણ હાલ ભાજપના સાંસદ છે. સની ત્રીજી ડિસેંબરે મુંબઇ પાછા ફરવાના હતા. દરમિયાન, મનાલીમાં એમણે કોરોના ટેસ્ટ કરાવતાં એ કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ આવ્યા હતા એટલે હવે મનાલીમાંજ સારવાર લેશે અને ક્વોરંટનાઇનમાં રહેશે.

હિમાચલ પ્રદેશના આરોગ્ય સચિવ અમિતાભ અવસ્થીએ સનીને કોરોના થયો હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે હવે તો પૂરેપૂરા સાજા થયા બાદ સની મુંબઇ પાછાં ફરી શકશે. સની હાલ ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા હતા.

દરમિયાન, સનીએ પોતે સોશ્યલ મિડિયા પર એવો સંદેશો મૂક્યો હતો કે હું ક્વોરંટાઇનમાં છું. મારા સંપર્કમાં આવેલા દરેકને કોરોના ટેસ્ટ કરાવી લેવાની ભલામણ કરું છું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.